________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા चित्तेषु शुद्धेषु जैनेषु शुद्धात्मज्ञानदर्शनप्रवृत्तवृत्तितया साकारानाकारचर्यायुक्तेषु शुद्धात्मोपलम्भेतरसकलनिरपेक्षतयैवाल्पलेपाप्यप्रतिषिद्धा; न पुनरल्पलेपेति सर्वत्र सर्वथैवाप्रतिषिद्धा, तत्र तथाप्रवृत्त्या शुद्धात्मवृत्तित्राणस्य परात्मनोरनुपपत्तेरिति।। २५१ ।। अथ प्रवृत्तेः कालविभागं दर्शयति
रोगेण वा छुधाए तण्हाए वा समेण वा रूढं। दिट्ठा समणं साहू पडिवज्जदु आदसत्तीए।। २५२।।
विनाशकख्यातिपूजालाभवाञ्छारहितं यथा भवति। कथंभूतानां जैनानाम्। सागारणगारचरिय-जुत्ताणं सागारानागारचर्यायुक्तानां श्रावकतपोधनाचरणसहितानामित्यर्थः।। २५१ ।। कस्मिन्प्रस्तावे वैयावृत्त्यं कर्तव्यमित्युपदिशति-पडिवज्जदु प्रतिपद्यतां स्वीकरोतु। कया। आदसत्तीए स्वशक्त्या। स कः कर्ता। साहू रत्नत्रयभावनया स्वात्मानं साधयतीति साधुः। कम्। समणं जीवितमरणादिसमपरिणाम
-કે જેઓ શુદ્ધ આત્માના જ્ઞાન-દર્શનમાં પ્રવર્તતી *વૃત્તિને લીધે સાકાર-અનાકાર ચર્યાવાળા છે તેમના પ્રત્યે-, શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજા બધાની અપેક્ષા કર્યા વિના જ, તે પ્રવૃત્તિ કરવાનો નિષેધ નથી; પરંતુ અલ્પ લેપવાળી છે તેથી બધા પ્રત્યે બધાય પ્રકારે તે પ્રવૃત્તિ અનિષિદ્ધ છે એમ નથી, કારણ કે ત્યાં (અર્થાત્ જો બધા પ્રત્યે બધાય પ્રકારે કરવામાં આવે તો ) તે પ્રકારની પ્રવૃત્તિ વડે પરને અને પોતાને શુદ્ધાત્મપરિણતિનું રક્ષણ બની શકતું નથી.
ભાવાર્થ- અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ લેપ તો થાય છે, તોપણ જો (૧) બાત્માના જ્ઞાનદર્શનરૂપ ચર્યાવાળા શદ્ધ જૈનો પ્રત્યે. તેમ જ (૨) શદ્ધાત્માની ઉપલબ્ધિની અપેક્ષાથી જ, તે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો શુભોપયોગીને તેનો નિષેધ નથી. પરંતુ, જોકે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિથી અલ્પ જ લેપ થાય છે તોપણ, (૧) શુદ્ધ આત્માનાં જ્ઞાનદર્શનરૂપ ચર્યાવાળા શુદ્ધ જૈનો સિવાય બીજા પ્રત્યે, તેમ જ (૨) શુદ્ધાત્માની ઉપલબ્ધિ સિવાય બીજી કોઈ પણ અપેક્ષાથી, તે પ્રવૃત્તિ કરવાનો શુભોપયોગીને નિષેધ છે, કારણ કે એ રીતે પરને કે પોતાને શુદ્ધાત્મપરિણતિની રક્ષા થતી નથી. ૨૫૧.
હવે પ્રવૃત્તિના કાળનો વિભાગ દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણે ક્યા વખતે પ્રવૃત્તિ કરવાયોગ્ય છે અને કયા વખતે પ્રવૃત્તિ કરવાયોગ્ય નથી તે દર્શાવે છે ):
આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી, સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨.
* વૃત્તિ = પરિણતિ; વર્તન; વર્તવું તે * જ્ઞાન સાકર છે અને દર્શન અનાકાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com