________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૯
કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા
इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं विशिष्टादरै रुत्सर्गादपवादतश्च विचरद्बह्वीः पृथग्भूमिकाः। आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः सर्वतश्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम्।।१५।।
-इत्याचरणप्रज्ञापनं समाप्तम्।
त्पन्नाल्पसावद्यमपि बहुगुणराशिमुत्सर्गसापेक्षमपवादं स्वीकरोतीत्यभिप्रायः।। २३१।। एवं 'उवय-रणं जिणमग्गे' इत्याद्येकादशगाथाभिरपवादस्य विशेषविवरणरूपेण चतुर्थस्थलं व्याख्यातम्। इति पूर्वोक्तक्रमेण ‘ण हि णिरवेक्खो चागो' इत्यादित्रिंशद्गाथाभिः स्थलचतुष्टयेनापवादनामा द्वितीयान्तराधिकार: समाप्तः। अतः परं चतुर्दशगाथापर्यन्तं श्रामण्यापरनामा मोक्षमार्गाधिकारः कथ्यते। तत्र चत्वारि स्थलानि भवन्ति। तेषु प्रथमतः आगमाभ्यासमुख्यत्वेन 'एयग्गगदो समणो' इत्यादि यथाक्रमेण प्रथमस्थले गाथाचतुष्टयम्। तदनन्तरं भेदाभेदरत्नत्रयस्वरूपमेव मोक्षमार्ग इति व्याख्यानरूपेण 'आगमपुव्वा दिट्ठी' इत्यादि द्वितीय
ભાવાર્થ- જ્યાં સુધી શુદ્ધોપયોગમાં જ લીન ન થઈ જવાય ત્યાં સુધી શ્રમણે આચરણની સુસ્થિતિ અર્થે ઉત્સર્ગ ને અપવાદની મૈત્રી સાધવી જોઈએ. તેણે પોતાની નિર્બળતાનો ખ્યાલ રાખ્યા વિના એકલા ઉત્સર્ગનો આગ્રહ રાખીને કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ, તેમ જ ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને એકલા અપવાદના આશ્રયે કેવળ મૂદુ આચરણરૂપ શિથિલતા પણ ન સેવવી જોઈએ. હુઠ પણ ન થાય અને શિથિલતા પણ ન સેવાય એમ વર્તવું જોઈએ. સર્વજ્ઞ ભગવાનનો માર્ગ અનેકાન્ત છે. પોતાની દશા તપાસીને જે રીતે એકંદરે લાભ થાય તે રીતે વર્તવાનો ભગવાનનો ઉપદેશ છે. પોતાની ગમે તે (સબળ કે નિર્બળી સ્થિતિ હોય તો પણ એક જ પ્રકારે વતવું એવો જિનમાર્ગ નથી. ૨૩૧.
[ હવે શ્લોક દ્વારા આત્મદ્રવ્યમાં સ્થિર થવાનું કહીને “આચરણપ્રજ્ઞાપન' પૂર્ણ કરવામાં આવે
છે. ]
[ અર્થ:-] એ પ્રમાણે વિશિષ્ટ "આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક પૃથક ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ (-ચારિત્ર) તેને યતિ પ્રાપ્ત કરીને, ક્રમશ: અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.
આ રીતે આચરણપ્રજ્ઞાપન સમાપ્ત થયું.
* શાર્દૂલવિક્રીડિત છંદ * આદર = કાળજી; સાવધાની: પ્રયત્ન બહુમાન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com