________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૩૫
प्रतिवस्तु पातोत्पातपरिणतत्वेन ज्ञप्तेरासंसारात्परिवर्तमानायाः परमात्मनिष्ठत्वमन्तरेणानिवार्यपरिवर्ततया ज्ञप्तिपरिवर्तरूपकर्मणां क्षपणमपि न सिद्ध्येत्। अतः कर्मक्षपणार्थिभिः सर्वथागम: પર્યપાચ: રરર अथागम एवैकश्चक्षुर्मोक्षमार्गमुपसर्पतामित्यनुशास्ति
आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि। देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू।। २३४ ।।
नानाविकल्पजालैर्निश्चयेन कर्मभिः सह भेदं न जानाति, तथैव कर्मारिविध्वंसकस्वकीयपरमात्मतत्त्वस्य ज्ञानावरणादिद्रव्यकर्मभिरपि सह पृथक्त्वं न वेत्ति, तथाचाशरीरलक्षणशुद्धात्मपदार्थस्य शरीरादिनोकर्मभिः सहान्यत्वं न जानाति। इत्थंभूतभेदज्ञानाभावाद्देहस्थमपि निजशुद्धात्मानं न रोचते, समस्तरागादिपरिहारेण न च भावयति। ततश्च कथं कर्मक्षयो भवति, न कथमपीति। ततः कारणान्मोक्षार्थिना परमागमाभ्यास एव कर्तव्य इति तात्पर्यार्थः।। २३३।। अथ मोक्ष-मार्गार्थिनामागम एव दृष्टिरित्या
હોવાને લીધે અનાદિ સંસારથી પરિવર્તન પામતી જે જ્ઞતિ તેનું પરિવર્તન પરમાત્મનિષ્ઠતા સિવાય અનિવાર્ય હોવાથી, જ્ઞસિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય પણ સિદ્ધ થતો નથી. માટે કર્મક્ષયના અર્થીઓએ સર્વ પ્રકારે આગમની પર્યાપાસના કરવી યોગ્ય છે.
ભાવાર્થ:- આગમની પર્યાપાસના રહિત જગતને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી તેને “આ અમૂર્તિક આત્મા તે હું છું અને આ સમાનક્ષેત્રાવગાહી શરીરાદિક તે પર છે' એમ, તથા “આ ઉપયોગ તે હું છું અને આ ઉપયોગમિશ્રિત મોહ-રાગદ્વેષાદિભાવો તે પર છે” એમ સ્વપરનું ભેદજ્ઞાન થતું નથી; તેમ જ તેને આગમોપદેશપૂર્વક સ્વાનુભવ નહિ થતો હોવાથી “હું જ્ઞાનસ્વભાવી એક પરમાત્મા છું' એવું પરમાત્મજ્ઞાન પણ થતું નથી.
એ રીતે જેને (૧) સ્વપરજ્ઞાન તેમ જ (૨) પરમાત્મજ્ઞાન નથી તેને, (૧) હણાવાયોગ્ય એવા સ્વનું અને હણનાર એવાં મોહાદિદ્રવ્યભાવકર્મરૂપ પરનું ભેદજ્ઞાન નહિ હોવાથી મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય થતો નથી, તેમ જ (૨) પરમાત્મનિષ્ઠતાના અભાવને લીધે જ્ઞતિનું પરિવર્તન નહિ ટળતું હોવાથી જ્ઞતિ પરિવર્તનરૂપ કર્મોનો પણ ક્ષય થતો નથી.
માટે મોક્ષાર્થીઓએ સર્વ પ્રકારે સર્વજ્ઞકથિત આગમને સેવવાં. ર૩૩. હવે, મોક્ષમાર્ગે જનારાઓને આગમ જ એક ચક્ષુ છે એમ ઉપદેશ છેઃ
મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે, છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com