________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૨
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
वृत्तिस्वरूपसम्यग्दर्शनज्ञानचारित्रपरिणतिप्रवृत्तदृशिज्ञप्तिवृत्तिरूपात्मतत्त्वैकण्याभावात् शुद्धात्मतत्त्वप्रवृत्तिरूपं श्रामण्यमेव न स्यात्। अतः सर्वथा मोक्षमार्गापरनाम्नः श्रामण्यस्य सिद्धये भगवदर्हत्सर्वज्ञोपज्ञे प्रकटानेकान्तकेतने शब्दब्रह्मणि निष्णातेन मुमुक्षुणा भवितव्यम्।। २३२।।
अथागमहीनस्य मोक्षाख्यं कर्मक्षपणं न सम्भवतीति प्रतिपादयति
भवति। एयग्गं णिच्छिदस्स ऐकाम्यं पुनर्निश्चितस्य तपोधनस्य भवति। केषु। अत्थेसु टकोत्कीर्णज्ञायकैकस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतिष्वर्थेषु। णिच्छित्ती आगमदो सा च पदार्थनिश्चित्तिरागमतो भवति। तथाहि-जीवभेदकर्मभेदप्रतिपादकागमाभ्यासाद्भभवति, न केवलमागमाभ्यासात्तथैवागमपदसारभूताच्चिदानन्दैकपरमात्मतत्त्वप्रकाशकादध्यात्माभिधानात्परमागमाच्च पदार्थपरिच्छित्तिर्भवति। आगमचेट्ठा तदो जेट्ठा ततः कारणादेवमुक्तलक्षणागमे परमागमे च चेष्टा प्रवृत्ति: ज्येष्ठा श्रेष्ठा प्रशस्येत्यर्थः ।। २३२।।
આત્માની પ્રતીતિ-અનુભૂતિ-વૃત્તિસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રપરિણતિએ પ્રવર્તતી જે 'દશિ જ્ઞપ્તિવૃત્તિરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતા તેનો અભાવ હોવાથી શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ શ્રમય જ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું જ ) હોતું નથી.
આથી (એમ કહ્યું કે, મોક્ષમાર્ગ જેનું બીજાં નામ છે એવા શ્રમણ્યની સર્વ પ્રકારે સિદ્ધિ કરવા માટે મુમુક્ષુએ ભગવાન અર્હત સર્વજ્ઞથી ઉપજ્ઞ (-સ્વયં જાણીને કહેવાયેલા) શબ્દબ્રહ્મમાં-કે જેનું અનેકાંતરૂપી કેતન પ્રગટ છે તેમાં નિષ્ણાત થવું.
- આગમ વિના પદાર્થોનો નિશ્ચય થતો નથી; પદાર્થોના નિશ્ચય વિના અશ્રદ્ધાજનિત તરલતા, પરકર્તુત્વાભિલાષાજનિત ક્ષોભ અને પરભોકતૃત્વાભિલાષાજનિત અસ્થિરતાને લીધે એકાગ્રતા થતી નથી; અને એકાગ્રતા વિના એક આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન-વર્તનરૂપે પ્રવર્તતી શુદ્ધાત્મપ્રવૃત્તિ નહિ થવાથી મુનિપણું થતું નથી. માટે મોક્ષાર્થીનું પ્રધાન કર્તવ્ય ‘શબ્દબ્રહ્મરૂપ આગમમાં પ્રવીણતા પ્રાપ્ત કરવી તે છે. ૨૩ર.
હવે, આગમહીનને મોક્ષા (“મોક્ષનામથી કહેવાતો ) કર્મક્ષય થતો નથી એમ પ્રતિપાદન કરે છે:
૧. દશિ = દર્શન ૨. કેતન = ચિહ્ન; લક્ષણ; ધ્વજ. ૩. શબ્દબ્રહ્મ = પરમબ્રહ્મરૂપ વાચ્યનું વાચક દ્રવ્યશ્રત. [ આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતને
સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે કોઈ વાર દ્રવ્યશ્રુતના ‘આગમ’ અને ‘પરમાગમ' એવા બે ભેદ પણ પાડવામાં આવે છે; ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યશ્રુતને “આગમ' કહેવામાં આવે છે અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મતત્ત્વના પ્રકાશક અધ્યાત્મ-દ્રવ્યશ્રુતને “પરમાગમ' કહેવામાં આવે છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com