________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૯૯
प्रसिद्धेः, तथा तद्विनाभाविना प्रयताचारेण प्रसिद्ध्यदशुद्धोपयोगासद्भावपरस्य परप्राणव्यपरोपसद्भावेऽपि बन्धाप्रसिद्ध्या सुनिश्चितहिंसाऽभावप्रसिद्धेश्चान्तरङ्ग एव छेदो बलीयान्, न पुनर्बहिरङ्गः। एवमप्यन्तरगच्छेदायतनमात्रत्वाद्बहिरङ्गच्छेदोऽभ्युपगम्येतैव।। २१७।।
रागाद्युत्पत्तेर्बहिरङ्गनिमित्तभूतः परजीवघातो व्यवहारहिंसेति द्विधा हिंसा ज्ञातव्या। किंतु विशेष:बहिरङ्गहिंसा भवतु वा मा भवत्, स्वस्थभावनारूपनिश्चयप्राणघाते सति निश्चयहिंसा नियमेन भवतीति। तत: कारणात्सैव मुख्यति।। २१७।। अथ तमेवार्थं दृष्टान्तदासन्ताभ्यां दृढयति
उच्चालियम्हि पाए इरियासमिदस्स णिग्गमत्थाए। आबाधेज्ज कुलिंगं मरिज्ज तं जोगमासेज्ज।।१५।। ण हि तस्स तणिमित्तो बंधो सहमो य देसिदो समये। मुच्छा परिग्गहो चिय अज्झप्पपमाणदो दिट्ठो।। १६ ।। (जुम्म)
વિના જે હોતો નથી એવા અપયત આચાર વડે પ્રસિદ્ધ થતો (-જાણવામાં આવતો) અશુદ્ધોપયોગનો સભાવ જેને વર્તે છે તેને હિંસાના સભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે; અને તેવી રીતે અશુદ્ધોપયોગ વિના જે હોય છે એવા પ્રયત આચાર વડે પ્રસિદ્ધ થતો (–જાણવામાં આવતો) અશુદ્ધોપયોગનો અસદ્ભાવ જેને વર્તે છે તેને, પરપ્રાણોના વ્યપરોપના સદ્ભાવમાં પણ બંધની અપ્રસિદ્ધિ હોવાને લીધે, હિંસાના અભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. આમ હોવા છતાં (અર્થાત્ અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહિરંગ છેદ નહિ એમ હોવા છતાં) બહિરંગ છેદ અંતરંગ છેદનું આયતનમાત્ર હોવાથી તેને (બહિરંગ છેડને) સ્વીકારવો-માનવો તો જોઈએ જ.
ભાવાર્થ- શુદ્ધોપયોગનું હણાવું તે અંતરંગ હિંસા-અંતરંગ છેદ છે અને બીજાના પ્રાણોનો વિચ્છેદ થવો તે બહિરંગ હિંસા-બહિરંગ છેદ છે.
જીવ મરો કે ન મરો, જેને અપ્રયત આચરણ છે તેને શુદ્ધોપયોગ હણાતો હોવાથી અંતરંગ હિંસા થાય જ છે અને તેથી અંતરંગ છેદ થાય જ છે. જેને પ્રયત આચરણ છે તેને, પરપ્રાણોના વ્યપરોપરૂપ બહિરંગ હિંસાના-બહિરંગ છેદના-સભાવમાં પણ, શુદ્ધોપયોગ નહિ હણાતો હોવાથી અંતરંગ હિંસા થતી નથી અને તેથી અંતરંગ છેદ થતો નથી. ૨૧૭.
૧. અશુદ્ધ ઉપયોગ વિના અપ્રયત આચાર કદી હોતો નથી, માટે અપ્રયત આચાર જેને વર્તે છે તેને અશુદ્ધ
ઉપયોગ અવશ્ય હોય જ છે. આ રીતે અપ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ થાય છે-જાણવામાં
આવે છે. ૨. અશુદ્ધ ઉપયોગ ન હોય ત્યાં જ પ્રયત આચાર વર્તે છે, માટે પ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગનો
અસદ્દભાવ પ્રસિદ્ધ થાય છે જાણવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com