________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮
[ ભગવાનશ્રીકુંદકુંદ
आचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे । अहो समस्तेतराचारप्रवर्तकस्वशक्त्यनिगूहनलक्षणवीर्याचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत्त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे। एवं ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमासीदति च।। २०२ ।।
પ્રવચનસાર
मन्यते गोत्रसम्मतं कृत्वा पश्चात्तपश्चरणं करोमि तस्य प्रचुरेण तपश्चरणमेव नास्ति, कथमपि तपश्चरणं गृहीतेऽपि यदि गोत्रादिममत्वं करोति तदा तपोधन एव न भवति । तथाचोक्तम्–'' जो सकलणयररज्जं पुव्वं चइऊण कुणइ य ममत्तिं । सो णवरि लिंगधारी संजमसारेण णिस्सारो ' ' ।। ૨૦૨|| अथ जिनदीक्षार्थी भव्यो जैनाचार्यमाश्रयति - समणं निन्दाप्रशंसादिसम-चित्तत्वेन पूर्वसूत्रोदितनिश्चयव्यवहारपञ्चाचारस्याचरणाचारणप्रवीणत्वात् श्रमणम्। गुणडुं ચતુર शीतिलक्षगुणाष्टादशसहस्रशीलसहकारिकारणोत्तमनिजशुद्धात्मानुभूतिगुणेनाढ्यं भृतं પરિપૂર્ણत्वाद्गुणाढ्यम्। कुलरूववयोविसिद्धं लोकदुगुंच्छा
સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગસ્વરૂપ તપાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો સમસ્ત *ઇતર આચારમાં પ્રવર્તાવનારી સ્વશક્તિના અગોપનસ્વરૂપ વીર્યાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું.-આ રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા
વીર્યાચારને અંગીકાર કરે છે.
(સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છે-અનુભવે છે, અન્ય સમસ્ત વ્યવહારભાવોથી પોતાને ભિન્ન જાણે છે. જ્યારથી તેને સ્વ-પરના વિવેકરૂપ ભેદવિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ કરી ચૂકયો છે અને ત્યારથી જ એણે ટંકોત્કીર્ણ નિજભાવ અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કાંઈ ગ્રહવાનું-અંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, પર્યાયમાં તે પૂર્વબદ્ધ કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવભાવોરૂપે પરિણમે છે. એ વિભાવપરિણિત નહિ છૂટતી દેખીને તે આકુળવ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવપરિણતિ રહિત સ્વભાવષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલાં અશુભ પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણિત પણ છૂટતી જાય છે. આમ હોવાથી તે શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગૃહવાસનો અને કુટુંબનો ત્યાગી થઈ વ્યવહા૨ત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર કરે છે. જોકે જ્ઞાનભાવથી તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે તોપણ પર્યાયમાં શુભ રાગ નહિ છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે પંચાચારને ગ્રહણ કરે છે.) ૨૦૨.
* ઈતર = અન્ય; વીર્યાચાર સિવાયના બીજા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com