________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
आत्मा कर्ममलीमसः परिणामं लभते कर्मसंयुक्तम् । ततः श्लिष्यति कर्म तस्मात् कर्म तु परिणामः ।। १२१ ।।
૨૩૯
यो हि नाम संसारनामायमात्मनस्तथाविधः परिणामः स एव द्रव्यकर्मश्लेषहेतुः। अथ तथाविधपरिणामस्यापि को हेतु:, द्रव्यकर्म हेतु:, तस्य द्रव्यकर्मसंयुक्तत्वेनैवोपलम्भात्। एवं सतीतरेतराश्रयदोषः । न हि; अनादिप्रसिद्धद्रव्यकर्माभिसंबद्धस्यात्मनः प्राक्तनद्रव्यकर्मणस्तत्र हेतुत्वेनोपादानात्। एवं कार्यकारणभूतनवपुराणद्रव्यकर्मत्वादात्मनस्तथाविध
कारणं ज्ञानावरणादि द्रव्यकर्म तस्य तु कारणं मिथ्यात्वरागादिपरिणाम इत्यावेदयति-आदा निर्दोषिपरमात्मा निश्चयेन शुद्धबुद्धैकस्वभावोऽपि व्यवहारेणानादिकर्मबन्धवशात् कम्ममलिमसो कर्ममलीमसो भवति। तथाभवन्सन् किं करोति । परिणामं लहदि परिणामं लभते । कथंभूतम् ।
1
અન્વયાર્થ:- [ર્મનીમસ: આત્મા ] કર્મથી મલિન આત્મા [ ર્મસંયુત્તું પરિણામ ] કર્મસંયુક્ત પરિણામને (–દ્રવ્યકર્મના સંયોગે થતા અશુદ્ધ પરિણામને ) [ નમતે] પામે છે, [તત: ] તેથી [ ર્મ ઋિતિ] કર્મ ચોંટે છે (–દ્રવ્યકર્મ બંધાય છે ); [તસ્માત્ તુ] માટે [ પરિણામ: જર્મ] પરિણામ તે કર્મ છે.
ટીકા:- ‘સંસાર’ નામનો જે આ આત્માનો તથાવિધ (-તે પ્રકારનો, તેવો ) પરિણામ તે જ દ્રવ્યકર્મ વળગવાનો હેતુ છે. હવે, તથાવિધ પરિણામનો કોણ હેતુ છે? દ્રવ્યકર્મ તેનો હેતુ છે, કારણ કે દ્રવ્યકર્મથી સંયુક્તપણે જ તે જોવામાં આવે છે. (શંકા:-) એમ હોય તો 'ઇતરેતરાશ્રય દોષ આવે ! (સમાધાનઃ-) નથી આવતો; કારણ કે અનાદિસિદ્ઘ દ્રવ્યકર્મ સાથે સંબદ્ધ એવા આત્માનું જે પૂર્વનું દ્રવ્યકર્મ તેને ત્યાં હેતુપણે ગ્રહવામાં (–સ્વીકારવામાં) આવ્યું છે.
આ રીતે નવું દ્રવ્યકર્મ જેના કાર્યભૂત છે અને જાનું દ્રવ્યકર્મ જેના કારણભૂત
* દ્રવ્યકર્મના સંયોગમાં જ અશુદ્ધ પરિણામ હોય છે, દ્રવ્યકર્મ વિના કદી હોતો નથી; તેથી દ્રવ્યકર્મ અશુદ્ધ પરિણામનું કારણ છે.
૧. એક અસિદ્ધ બાબતને સિદ્ધ કરવા માટે બીજી અસિદ્ધ બાબતનો આશ્રય લેવામાં આવે અને વળી તે બીજી બાબતને સિદ્ધ કરવા માટે પહેલીનો આશ્રય લેવામાં આવે-એ તર્કદોષને ઇતરેતરાશ્રય દોષ કહેવામાં આવે
છે.
દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ પરિણામ કહ્યો; પછી તે અશુદ્ધ પરિણામના કા૨ણ વિશે પૂછવામાં આવતાં, તેનું કારણ પાછું દ્રવ્યકર્મ કહ્યું તેથી શંકાકારને શંકા થાય છે કે આ વાતમાં ઇતરેતરાશ્રય દોષ આવે છે.
૨. નવા દ્રવ્યકર્મનું કારણ અશુદ્ધ આત્મપરિણામ છે, અને તે અશુદ્ધ આત્મપરિણામનું કારણ તો તેનું તે જ દ્રવ્યકર્મ નહિ (અર્થાત્ નવું દ્રવ્યકર્મ નહિ) પણ પહેલાંનું (જૂનું) દ્રવ્યકર્મ છે; માટે ત્યાં ઇતરેતરાશ્રય દોષ આવતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com