________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
शुद्धत्वेन द्रव्यस्य शुद्धत्वद्योतकत्वान्निश्चयनय एव साधकतमो न पुनरशुद्धत्वद्योतको
વ્યવહારનય:।।૮।।
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
3
अथाशुद्धनयादशुद्धात्मलाभ एवेत्यावेदयति
ण चयदि जो दु ममत्तिं अहं ममेदं ति देहदविणेसु । सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ।। १९० ।।
૩૫૧
जदीणं जितेन्द्रियत्वेन शुद्धात्मस्वरूपे
यनपराणां गणधरदेवादियतीनाम् । ववहारो द्रव्यकर्मरूपव्यवहारबन्धः अण्णहा भणिदो निश्चयनयापेक्षयान्यथा व्यवहारनयेनेति भणितः । किंच रागादीनेवात्मा करोति तानेव भुङ्क्ते चेति निश्चयनयलक्षणमिदम् । अयं तु निश्चयनयो द्रव्यकर्मबन्धप्रतिपादकासगतव्यवहारनयापेक्षया शुद्धद्रव्यनिरूपणात्मको विवक्षितनिश्चयनयस्तथैवाशुद्धनिश्चयश्च भण्यते। द्रव्यकर्माण्यात्मा
સાધકતમ (ઉત્કૃષ્ટ સાધક) હોવાથી *ગ્રહણ કરવામાં આવ્યો છે; (કારણ કે) સાધ્ય શુદ્ધ છે તેથી દ્રવ્યના શુદ્ધત્વનો ઘોતક (પ્રકાશક) હોવાને લીધે નિશ્ચયનય જ સાધક્તમ છે, પણ અશુદ્ધત્વનો ઘોતક વ્યવહારનય સાધકતમ નથી. ૧૮૯.
હવે અશુદ્ધનયથી અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ કહે છેઃ
.
‘હું આ અને આ મારું ' એ મમતા ન દેહ-ધને તજે,
તે છોડી જીવ શ્રામણ્યને ઉન્માર્ગનો આશ્રય કરે. ૧૯૦.
* નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય હૈય છે.
પ્રશ્નઃ- દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય હોવા છતાં, અહીં રાગપરિણામના ગ્રહણત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે?
ઉત્તરઃ- ‘રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગ પરિણામનો કરનાર પણ આત્મા જ છે, અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે' –આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જો વિશેષોનું બરાબર યથાર્થ જ્ઞાન હોય તો એ વિશેષો જેના વિના હોતા નથી એવા સામાન્યનું જ્ઞાન હોવું જ જોઈએ, વ્યસામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોઈ શકે જ નહિ. માટે ઉપરોક્ત નિશ્ચયનયમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં આત્મા એકલો જ છે એમ યથાર્થપણે દ્રવ્યસામાન્યની અપેક્ષા સહિત ) જાણે છે, તે જીવ ૫૨દ્રવ્ય વડે સંપૃક્ત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર પર્યાયોને ડુબાડી દઈને સુવિશુદ્ધ હોય છે. આ રીતે પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી અને દ્રવ્ય-પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યના આલંબનરૂપ અભિપ્રાય અપેક્ષિત હોવાથી ઉપરોક્ત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે. [વિશેષ માટે ૧૨૬ મી ગાથાની ટીકા જીઓ ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com