________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
પ્રવચનસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
तथा अशेषशेषद्रव्याणां प्रतिपर्यायं समयवृत्तिहेतुत्वं कारणान्तरसाध्यत्वात्समयविशिष्टाया वृत्ते: स्वतस्तेषामसंभवत्कालमधिगमयति। तथा चैतन्यपरिणामश्चेतनत्वादेव शेषद्रव्याणामसंभवन् जीवमधिगमयति। एवं गुणविशेषाद्रव्यविशेषोऽधिगन्तव्यः ।। १३३ । १३४।।
अथ द्रव्याणां प्रदेशवत्त्वाप्रदेशवत्त्वविशेषं प्रज्ञापयति
भवन्तीति कथनरूपेण तृतीयस्थले गाथात्रयं गतम्। अथ कालद्रव्यं विहाय जीवादिपञ्चद्रव्याणा
એવી જ રીતે (કાળ સિવાય) બાકીનાં સમસ્ત દ્રવ્યોને દરેક પર્યાયે સમયવૃત્તિનું હેતુપણું કાળને જણાવે છે, કારણ કે તેમને *સમયવિશિષ્ટ વૃત્તિ કારણોતરથી સધાતી હોવાને લીધે (અર્થાત તેમને સમયથી વિશિષ્ટ એવી પરિણતિ અન્ય કારણથી થતી હોવાને લીધે) સ્વતઃ તેમને તે (સમયવૃત્તિહેતુત્વ) સંભવતું નથી.
એવી જ રીતે ચૈતન્ય પરિણામ જીવને જણાવે છે, કારણ કે તે ચેતન હોવાથી શેષ દ્રવ્યોને તે સંભવતો નથી.
આ પ્રમાણે ગુણવિશેષથી દ્રવ્યવિશેષ જાણવો.
ભાવાર્થ:- પૂર્વે દર્શાવ્યું તેમ સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પુદ્ગલ દ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે. અહીં અમૂર્ત દ્રવ્યોનું અસ્તિત્વ તેમનાં વિશેષ લક્ષણોથી પ્રગટ કરવામાં આવ્યું છે.
ચૈતન્યપરિણામરૂપ લક્ષણ અનુભવમાં આવતું હોવાથી અનંત જીવદ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે. જીવાદિ સમસ્ત દ્રવ્યો જેના નિમિત્તે અવગાહ (અવકાશ) પામે છે એવું કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકાલોકવ્યાપી આકાશ છે. જીવ-પુદ્ગલો ગતિ કરતાં જણાય છે, તેથી જેમ માછલાંને ગતિમાં નિમિત્તભૂત જળ છે તેમ જીવ-પુગલોને ગતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી ધર્મદ્રવ્ય છે. જેમ મનુષ્યને સ્થિતિમાં નિમિત્તભૂત પૃથ્વી છે તેમ જીવ-પુદ્ગલોને સ્થિતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી અધર્મદ્રવ્ય છે. જેમ કુંભારના ચક્રને ફરવામાં ખીલી નિમિત્તભૂત છે તેમ (કાળ સિવાયનાં) સર્વ દ્રવ્યોને પરિણમનમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય અસંખ્યાત કાળાણુઓ છે કે જેમના પર્યાયો સમય, ઘડી, દિવસ, વર્ષ ઈત્યાદિરૂપે વ્યક્ત થાય છે.
આ પ્રમાણે ગુણભેદથી દ્રવ્યભેદ નક્કી થયો. ૧૩૩-૧૩૪.
હવે દ્રવ્યોનો પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવસ્વરૂપ વિશેષ (-ભેદ) જણાવે છે:
* કાળ સિવાયનાં દ્રવ્યોની પરિણતિ “એક સમયમાં આ પરિણતિ થઈ છે' એમ સમયથી વિશિષ્ટ છે અર્થાત્
વ્યવહારે તેમાં સમયની અપેક્ષા આવે છે માટે તેમાં કોઈ દ્રવ્ય-કાળદ્રવ્ય-નિમિત્ત હોવું જોઈએ. + પ્રદેશવન્ત = પ્રદેશવાળાપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com