________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
चेत्किमभिन्नांशाविभागैकद्रव्यत्वेन किं वा भिन्नांशाविभागैकद्रव्यत्वेन। अभिन्नांशाविभागैकद्रव्य-त्वेन चेत् येनांशेनैकस्या अगुले. क्षेत्रं तेनांशेनेतरस्या इत्यन्यतरांशाभावः। एवं व्याद्यंशानामभावादाकाशस्य परमाणोरिव प्रदेशमात्रत्वम। भिन्नांशाविभागैकद्रव्यत्वेन चेत अविभागैकद्रव्यस्यांशकल्पनमायातम्। अनेकं चेत् किं सविभागानेकद्रव्यत्वेन किं वाऽविभागैकद्रव्यत्वेन। सविभागानेकद्रव्यत्वेन चेत् एकद्रव्यस्याकाशस्यानन्तद्रव्यत्वं, अविभागैकद्रव्यत्वेन चेत् अविभागैकद्रव्यस्यांशकल्पनमायातम्।। १४०।।
संज्ञया भणितं कथितम्। सव्वेसिं च अणूणं सर्वेषामणूनां चकारात्सूक्ष्मस्कन्धानां च सक्कदि तं देदुमवगासं शक्नोति स आकाशप्रदेशो दातुमवकाशम्। तस्याकाशप्रदेशस्य यदीत्थंभूतमवकाशदानसामर्थ्यं न भवति तदानन्तानन्तो जीवराशिस्तस्मादप्यनन्तगुणपुद्गलराशिश्चासंख्येयप्रदेशलोके कथमवकाशं लभते। तच्च विस्तरेण पूर्वं भणितमेव। अथ मतम्-अखण्डाकाशद्रव्यस्य प्रदेशविभागः कथं घटते। परिहारमाह-चिदानन्दैकस्वभावनिजात्मतत्त्वपरमैकाग्यलक्षणसमाधिसंजातनिर्विकाराहादैकरूपसुखसुधारसास्वादतृप्तमुनियुगलस्यावस्थितक्षेत्रं किमेकमनेकं वा। यद्येक तर्हि द्वयोरप्येकत्वं प्राप्नोति। न च तथा। भिन्नं चेत्तदा अखण्डस्यप्याकाशद्रव्यस्य प्रदेशविभागो न વિધ્યત ડ્રત્યર્થ: ૨૪૦ ||
જો “બે આંગળીનું એક ક્ષેત્ર છે” એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), (૧) આકાશ અભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે કે (૨) ભિન્ન અંશોવાળું અવિભાગ એક દ્રવ્ય છે તેથી ? (૧) “આકાશ અભિન્ન અંશોવાનું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે” એમ કહેવામાં આવે તો, જે અંશ એક આંગળીનું ક્ષેત્ર છે તે જ અંશ બીજી આંગળીનું ક્ષેત્ર છે તેથી બેમાંથી એક અંશનો અભાવ થયો. એ રીતે બે વગેરે (અર્થાત્ એકથી વધારે) અંશોનો અભાવ થવાથી આકાશ પરમાણુની માફક પ્રદેશમાત્ર ઠર્યું! (માટે તે તો ઘટતું નથી.) (૨) “આકાશ ભિન્ન અંશોવાનું અવિભાગ એક દ્રવ્ય છે તેથી બે આંગળીનું એક ક્ષેત્ર છે” એમ કહેવામાં આવે તો (તે યોગ્ય જ છે કારણ કે) અવિભાગ એક દ્રવ્યમાં અંશકલ્પના ફલિત થઈ.
જો “બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે (અર્થાત એકથી વધારે ક્ષેત્ર છે, એક નથી)' એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે ) (૧) “આકાશ સવિભાગ (ખંડખંડરૂપ) અનેક દ્રવ્ય છે તેથી બે આંગળીનાં અનેક (એકથી વધારે) ક્ષેત્ર છે કે (૨) આકાશ અવિભાગ એક દ્રવ્ય હોવા છતાં બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે? (૧) “આકાશ સવિભાગ અનેક દ્રવ્ય છે તેથી બે આંગળીના અનેક ક્ષેત્ર છે” એમ કહેવામાં આવે તો, આકાશ કે જે એક દ્રવ્ય છે તેને અનંતદ્રવ્યપણું ઠરે ! (માટે તે તો ઘટતું નથી.) (૨) “આકાશ અવિભાગ એક દ્રવ્ય હોવા છતાં બે આંગળીનાં અનેક ક્ષેત્ર છે” એમ આવે તો (તે યોગ્ય જ છે કારણ કે, અવિભાગ એક દ્રવ્યમાં અંશકલ્પના ફલિત થઈ. ૧૪).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com