________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
[ ભગવાનશ્રીકુંદકુંદ
..
" णिद्धस्स णिद्वेण दुराहिएण लुक्खस्स लुक्खेण दुराहिएण । णिद्धस्स लुक्खेण हवेदि बंधो નદળવપ્ને વિસમે સમે વા।।’’।। ૬ ।।
પ્રવચનસાર
जलवालुकादृष्टान्तेन यथा जीवानां बन्धो न भवति तथा जघन्यस्निग्धरूक्षत्वगुणे सति परमाणूना चेति। तथा चोक्तम्–‘‘णिद्धस्स णिद्वेण दुराधिगेण लुक्खस्स लुक्खेण दुराधिगेण । णिद्धस्स लुक्खेण हवेदि बंधो जघण्णवज्जे विसमे समे वा' ' ।। १६६ ।। एवं पूर्वोक्तप्रकारेण स्निग्धरूक्ष
[ અર્થ:- પુદ્દગલો ‘*રૂપી ' અને ‘ અરૂપી ’ હોય છે; ત્યાં સ્નિગ્ધ પુદ્દગલો સ્નિગ્ધની સાથે બંધાય છે, રૂક્ષ પુદ્દગલો રૂક્ષની સાથે બંધાય છે, સ્નિગ્ધ અને રૂક્ષ પણ બંધાય છે.
જઘન્ય સિવાય એકી અંશવાળો હોય કે બેકી અંશવાળો હોય, સ્નિગ્ધનો બે અધિક અંશવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે, રૂક્ષનો બે અધિક અંશવાળા રૂક્ષ ૫૨માણુ સાથે અને સ્નિગ્ધનો (બે અધિક અંશવાળા ) રૂક્ષ ૫૨માણુ સાથે બંધ થાય છે.]
ભાવાર્થ:- બે અંશથી માંડીને અનંત અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો ૫૨માણુ તેનાથી બે અધિક અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંધ બને છે. જેમ કે : ૨ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ ૪ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય છે; ૯૧ અંશ સ્નિગ્ધતાવાળો ૫૨માણુ ૯૩ અંશ રૂક્ષતાવાળા ૫૨માણુ સાથે બંધાય છે; ૫૩૩ અંશ રૂક્ષતાવાળો ૫૨માણુ ૫૩૫ અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાય છે; ૭૦૦૬ અંશ રૂક્ષતાવાળો પરમાણુ ૭૦૦૮ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાય છે.-આ ઉદાહરણો પ્રમાણે બેથી માંડીને અનંત અંશો (અવિભાગ પ્રતિચ્છેદો ) સુધી સમજી લેવું.
માત્ર એક અંશવાળા પરમાણુમાં જઘન્યભાવને લીધે બંધની યોગ્યતા નથી તેથી એક અંશવાળો સ્નિગ્ધ કે રૂક્ષ ૫૨માણુ ત્રણ અંશવાળા સ્નિગ્ધ કે રૂક્ષ પરમાણુ સાથે પણ બંધાતો નથી.
આ રીતે, (એક અંશવાળા સિવાય) બે પરમાણુઓ વચ્ચે બે અંશોનો તફાવત હોય તો જ તેઓ બંધાય છે; બે કરતાં વધારે કે ઓછાં અંશનો તફાવત હોય તો બંધ થતો નથી. જેમ કેઃ પાંચ અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો ૫૨માણુ સાત અંશવાળા ૫૨માણુ સાથે બંધાય છે; પરંતુ પાંચ અંશવાળો ૫રમાણુ આઠ અંશવાળા કે છ અંશવાળા (અથવા પાંચ અંશવાળા) પરમાણુ સાથે બંધાતો નથી. ૧૬૬.
* કોઈ એક પરમાણુની અપેક્ષાએ વિસદશજાતિનો સમાનઅંશવાળો બીજો પરમાણુ ‘રૂપી ’ કહેવાય છે અને બાકીના બધા ૫૨માણુઓ તેની અપેક્ષાએ ‘અરૂપી ’ કહેવાય છે. જેમ કે પાંચ અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુને પાંચ અંશ રૂક્ષતાવાળો બીજો ૫૨માણુ ‘રૂપી' છે અને બાકીના બધા ૫૨માણુઓ તેના માટે ‘અરૂપી’ છે. આનો અર્થ એમ થયો કે-વિસદશજાતિના સમાનઅંશવાળા પરમાણુઓ પરસ્પર ‘રૂપી' છે; સદશજાતિના અથવા અસમાનઅંશવાળા પરમાણુઓ પરસ્પર ‘ અરૂપી ’ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com