________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ भावबन्धस्वरूपं ज्ञापयति
उवओगमओ जीवो मुज्झदि रज्जेदि वा पदुस्सेदि। पप्पा विविधे विसये जो हि पुणो तेहिं संबंधो।।१७५।।
पयोगं करोति। तस्मिन्सति मूर्तद्रव्यकर्मणा सह यद्यपि तादात्म्यसंबन्धो नास्ति तथापि पूर्वोक्तदृष्टान्तेन संश्लेषसंबन्धोऽस्तीति नास्ति दोषः।। १७४।। एवं शुद्धबुद्धकस्वभावजीव-कथनमुख्यत्वेन
મૂર્તિક પદાર્થોને કેમ જાણે છે? જે રીતે તે મૂર્તિક પદાર્થોને જાણે છે તે જ રીતે મૂર્તિક કર્મપુદ્ગલો સાથે બંધાય છે.
ખરેખર અરૂપી આત્માને રૂપી પદાર્થો સાથે કાંઈ સંબંધ નહિ હોવા છતાં અરૂપીને રૂપી સાથે સંબંધ હોવાનો વ્યવહાર પણ વિરોધ પામતો નથી. “આત્મા મૂર્તિક પદાર્થને જાણે છે” એમ કહેવામાં આવે છે ત્યાં પરમાર્થે અમૂર્તિક આત્માને મૂર્તિક પદાર્થ સાથે કોઈ સંબંધ નથી; આત્માને તો માત્ર મૂર્તિક પદાર્થના આકારે થતું જે જ્ઞાન તેની સાથે જ સંબંધ છે અને તે પદાર્થાકાર જ્ઞાન સાથેના સંબંધને લીધે જ “અમૂર્તિક આત્મા મૂર્તિક પદાર્થને જાણે છે' એવો અમૂર્તિક-મૂર્તિકના સંબંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. એવી જ રીતે, “અમુક આત્માને મૂર્તિક કર્મપુદગલો સાથે બંધ છે” એમ કહેવામાં આવે છે ત્યાં પરમાર્થ અમૂર્તિક આત્માને મૂર્તિક કર્મપુદગલો સાથે કોઈ સંબંધ નથી; આત્માન તો કર્મપુદગલો જેમાં નિમિત્ત છે એવા રાગદ્વેષાદિભાવો સાથે જ સંબંધ (બંધ) છે અને તે કર્મનિમિત્તક રાગદ્વેષાદિભાવો સાથે સંબંધ (બંધ) હોવાને લીધે જ આ આત્માને મૂર્તિક કર્મપુદગલો સાથે બંધ છે” એવો અમૂર્તિક-મૂર્તિકના બંધરૂપ વ્યવહાર સિદ્ધ થાય છે.
જોકે મનુષ્યને સ્ત્રી-પુત્ર-ધનાદિક સાથે ખરેખર કોઈ સંબંધ નથી, તેઓ તે મનુષ્યથી તદ્દન ભિન્ન છે, તોપણ સ્ત્રી-પુત્ર-ધનાદિક પ્રત્યે રાગ કરનારા મનુષ્યને રાગનું બંધન હોવાથી અને તે રાગમાં સ્ત્રી-પુત્ર-ધનાદિક નિમિત્ત હોવાથી “આ મનુષ્યને સ્ત્રી-પુત્ર-ધનાદિકનું બંધન છે” એમ વ્યવહારથી જરૂર કહેવામાં આવે છે, તેવી જ રીતે, જોકે આત્માને કર્મયુગલો સાથે ખરેખર કોઈ સંબંધ નથી, તેઓ આત્માથી તદ્દન ભિન્ન છે, તોપણ રાગદ્વેષાદિભાવો કરનારા આત્માને રાગદ્વેષાદિભાવોનું બંધન હોવાથી અને તે ભાવોમાં કર્મપુગલો નિમિત્ત હોવાથી ‘આ આત્માને કર્મયુગલોનું બંધન છે” એમ વ્યવહારથી જરૂર કહી શકાય છે. ૧૭૪.
હવે ભાવબંધનું સ્વરૂપ જણાવે છે:
વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે પ્રઢષ-રાગ-વિમોહભાવે પરિણામે, તે બંધ છે. ૧૭૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com