________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩/૯
शरीरं च वाचं च मनश्च परद्रव्यत्वेनाहं प्रपद्ये; ततो न तेषु कश्चिदपि मम पक्षपातोऽस्ति, सर्वत्राप्यहमत्यन्तं मध्यस्थोऽस्मि। तथा हि-न खल्वहं शरीरवाङ्मनसां स्वरूपाधारभूतमचेतनद्रव्यमस्मि; तानि खलु मां स्वरूपाधारमन्तरेणाप्यात्मनः स्वरूपं धारयन्ति। ततोऽहं शरीरवाङ्मनःपक्षपातमपास्यात्यन्तं मध्यस्थोऽस्मि। न च मे शरीरवाङ्मनःकारणाचेतनद्रव्यत्वमस्ति; तानि खलु मां कारणमन्तरेणापि कारणवन्ति भवन्ति। ततोऽहं तत्कारणत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः। न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतनद्रव्यत्वमस्ति; तानि खलु मां कर्तारमन्तरेणापि क्रियमाणानि। ततोऽहं
पातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः। न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतनद्रव्यप्रयोजकत्वमस्ति; तानि खलु मां कारकप्रयोजकमन्तरेणापि क्रियमाणानि। ततोऽहं तत्कारकप्रयोजकत्वपक्षपातमपास्यास्म्ययमत्यन्तं मध्यस्थः। न च मे स्वतन्त्रशरीरवाङ्मनःकारकाचेतनद्रव्या
अनुमन्ता नैव कर्तृणाम्। स्वशुद्धात्मभावनाविषये यत्कृतकारितानुमतस्वरूपं तद्विलक्षणं यन्मनोवचनकायविषये कृतकारितानुमतस्वरूपं तन्नाहं भवामि। ततः कारणात्तत्पक्षपातं मुक्त्वात्यन्तमध्यस्थोऽस्मीति
ટીકા:- શરીર, વાણી અને મનને હું પરદ્રવ્યપણે સમજું તેથી તેમના પ્રત્યે મને કાંઈ પણ પક્ષપાત નથી, (તે) બધાંય પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ છું. તે આ પ્રમાણે :
ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું અચેતનદ્રવ્ય નથી; હું સ્વરૂપ-આધાર વિના પણ (અર્થાત્ હું તેમના સ્વરૂપનો આધાર હોયા વિના પણ ) તેઓ ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે. માટે હું શરીર, વાણી અને મનનો પક્ષપાત છોડી અત્યંત મધ્યસ્થ છું.
વળી હું શરીર, વાણી અને મનનું કારણ એવું અચેતનદ્રવ્ય નથી; હું કારણ વિના પણ (અર્થાત્ હું કારણ હોયા વિના પણ) તેઓ ખરેખર કારણવાળાં છે. માટે તેમના કારણપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (-કરનારું, કર્તા) એવું અચેતનદ્રવ્ય નથી; હું કર્યા વિના પણ તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
વળી હું, સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (-કરનારું, કર્તા) એવું જે અચેતનદ્રવ્ય તેનો પ્રયોજક નથી; હું કર્તા-પ્રયોજક વિના પણ (અર્થાત્ હું તેમના કર્તાનો પ્રયોજક-તેમનો કરાવનાર-હોયા વિના પણ ) તેઓ ખરેખર કરાય છે. માટે તેમના કર્તાના પ્રયોજકપણાનો (કરાવનારપણાનો) પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.
વળી હું સ્વતંત્રપણે શરીર, વાણી અને મનનું કારક (-કરનારું) જે અચેતનદ્રવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com