________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
प्रदेशातिक्रमणपरिमाणावच्छिन्नेनैकसमयेनैकस्माल्लोकान्ताद्वितीयं लोकान्तमाक्रामतः परमाणोरसंख्येयाः कालाणवः समयस्यानंशत्वादसंख्येयांशत्वं न साधयन्ति।।१३९ ।।
मानेऽपि परमात्मतत्त्वमलभमानोऽतीतानन्तकाले संसारसागरे भ्रमितोऽयं जीवो यतस्तत: कारणात्तदेव निजपरमात्मतत्त्वं सर्वप्रकारोपादेयरूपेण श्रद्धेयं, स्वसंवेदनज्ञानरूपेण ज्ञातव्यमाहारभयमैथुनपरिग्रहसंज्ञास्वरूपप्रभृतिसमस्तरागादिविभावत्यागेन ध्येयमिति तात्पर्यम् ।। १३९ ।। एवं कालव्याख्यानमुख्यत्वेन
સમય”માં પરમાણુ વિશિષ્ટ ગતિપરિણામને લીધે લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય છે ત્યારે (તે પરમાણુ વડે ઓળંગાતા) અસંખ્ય કાળાણુઓ ‘સમય’ના અસંખ્ય અંશો સિદ્ધ કરતા નથી, કારણ કે “સમય” નિરંશ છે.
ભાવાર્થ:- પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદ ગતિથી જતાં જે વખત લાગે તેને “સમય” કહેવામાં આવે છે. તે “સમય” કાળદ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાય છે. કાળદ્રવ્ય નિત્ય છે; “સમય” ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. જેમ આકાશપ્રદેશ આકાશદ્રવ્યનો નાનામાં નાનો અંશ છે, તેના ભાગ પડતા નથી, તેમ “સમય” કાળદ્રવ્યનો નાનામાં નાનો નિરંશ પર્યાય છે, તેના ભાગ પડતા નથી. જો “સમય”ના ભાગ પડે તો તો પરમાણુ વડે એક “સમય”માં ઓળંગાતો જે આકાશપ્રદેશ તેના પણ તેટલા જ ભાગ પડવા જોઈએ. પરંતુ આકાશપ્રદેશ તો નિરંશ છે; તેથી ‘સમય’ પણ નિરંશ જ છે.
અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે પુદગલ-પરમાણુ શીધ્ર ગતિ વડ એક “સમય માં લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે ત્યારે તે ચૌદ રાજા સુધી આકાશપ્રદેશોમાં શ્રેણીબદ્ધ જેટલા કાળાણુઓ છે તે સર્વને સ્પર્શે છે, માટે અસંખ્ય કાળાણુઓને સ્પર્શતો હોવાથી ‘સમય’ના અસંખ્ય અંશો પડવા જોઈએ. તેનું સમાધાનઃ-જેવી રીતે અનંત પરમાણુઓનો કોઈ સ્કંધ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ જેવડો જ હોય છે, તે પરમાણુઓના ખાસ પ્રકારના અવગાસ્પરિણામને લીધે જ છે: (*પરમાણુઓમાં એવી જ કોઈ વિશિષ્ટ પ્રકારના અવગાહપરિણામની શક્તિ છે તેને લીધે આમ બને છે; ) તેથી કાંઈ પરમાણુના અનંત અંશ પડતા નથી; તેવી રીતે કોઈ પરમાણુ એક સમયમાં અસંખ્ય કાળાણુઓને ઓળંગીને લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે, તે પરમાણુના ખાસ પ્રકારના ગતિપરિણામને લીધે જ છે; (પરમાણમાં એવી જ કોઈ વિશિષ્ટ પ્રકારના ગતિપરિણામની શક્તિ છે તેને લીધે આમ બને છે; ) તેથી કાંઈ “સમય”ના અસંખ્ય અંશ પડતા નથી. ૧૩૯.
* આકાશમાં પણ અવગાહુહેતુત્વગુણને લીધે એવી શક્તિ છે કે તેનો એક પ્રદેશ પણ અનંત પરમાણુઓને
અવકાશ દેવાને સમર્થ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com