________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
[ ભગવાનશ્રીકુંદકુંદ
ध्रौव्यमेव कुतस्त्यम्। एवं सति नश्यति त्रैलक्षण्यं, उल्लसति क्षणभङ्गः, अस्तमुपैति नित्यं द्रव्यं, उदीयन्ते क्षणक्षयिणो भावाः । ततस्तत्त्वविप्लवभयात्कश्चिदवश्यमाश्रयभूतो वृत्तेर्वृत्तिमाननुसर्तव्यः । स तु प्रदेश एवाप्रदेशस्यान्वयव्यतिरेकानुविधायित्वासिद्धेः । एवं सप्रदेशत्वे हि कालस्य कुत एकद्रव्यनिबन्धनं लोकाकाशतुल्यासंख्येयप्रदेशत्वं नाभ्युपगम्येत । पर्यायसमयाप्रसिद्धेः। प्रदेशमात्रं हि द्रव्यसमयमतिक्रामतः परमाणोः पर्यायसमयः प्रसिद्ध्यति । लोकाकाशतुल्यासंख्येयप्रदेशत्वे तु कुतस्त्या तत्सिद्धिः । लोकाकाशतुल्यासंख्येयप्रदेशैकद्रव्यत्वेऽपि तस्यैकं प्रदेशमतिक्रामतः परमाणोस्तत्सिद्धिरिति चेन्नैवं; एकदेशवृत्तेः
द्रव्यसमयस्य
पदार्थं शून्यं जानीहि हे शिष्य । कस्माच्छून्यमिति चेत् । अत्थंतरभूदं एकप्रदेशाभावे सत्यर्थान्तरभूतं भिन्नं भवति यतः कारणात्। कस्याः सकाशाद्भिन्नम् । अत्थीदो उत्पादव्ययध्रौव्यात्मकसत्ताया इति । तथा हि-कालपदार्थस्य तावत्पूर्वसूत्रोदितप्रकारेणोत्पाद-व्ययध्रौव्यात्मकमस्तित्वं विद्यते;
પ્રવચનસાર
ઉત્પાદની એકતામાં વર્તનારું ધ્રૌવ્ય જ કયાંથી? આમ હોતાં, ત્રિલક્ષણપણું (ઉત્પાદવ્યયધ્રૌવ્યપણું) નષ્ટ થાય છે, ક્ષણભંગ (અર્થાત્ બૌદ્ધોને માન્ય ક્ષણવિનાશ) ઉલ્લસે છે, નિત્ય દ્રવ્ય અસ્ત પામે છે અને ક્ષણમાં નાશ પામતા ભાવો ઉત્પન્ન થાય છે. માટે તત્ત્વવિપ્લવના ભયથી અવશ્ય વૃત્તિના આશ્રયભૂત કોઈ વૃત્તિમાન શોધવો-સ્વીકારવો-યોગ્ય છે. તે તો પ્રદેશ જ છે (અર્થાત્ તે વૃત્તિમાન સપ્રદેશ હોય છે), કારણ કે અપ્રદેશને અન્વય તથા વ્યતિરેકનું અનુવિધાયિત્વ અસિદ્ધ છે (–અપ્રદેશ હોયતે અન્વય તથા વ્યતિરેકોને અનુસરી શકે નહિ અર્થાત્ તેમાં ધ્રૌવ્ય તથા ઉત્પાદ-વ્યય હોઈ શકે નહિ).
[પ્રશ્નઃ-] આ પ્રમાણે કાળ સપ્રદેશ છે તો તેને એક દ્રવ્યના કારણભૂત લોકાકાશ તુલ્ય
અસંખ્ય પ્રદેશો કેમ ન માનવા જોઈએ ?
[ઉત્ત૨:-] એમ હોય તો પર્યાયસમય પ્રસિદ્ધ થતો નથી તેથી અસંખ્ય પ્રદેશો માનવા યોગ્ય નથી. પરમાણુ વડે પ્રદેશમાત્ર દ્રવ્યસમય ઓળંગાતાં (અર્થાત્ પરમાણુ વડે એક પ્રદેશમાત્ર કાળાણુથી નિકટના બીજા પ્રદેશમાત્ર કાળાણુ સુધી મંદ ગતિએ ગમન કરતાં) પર્યાયસમય પ્રસિદ્ધ થાય છે. જો દ્રવ્યસમય લોકાકાશ તુલ્ય અસંખ્ય પ્રદેશોવાળો હોય તો પર્યાયસમયની સિદ્ધિ કયાંથી થાય ?
જો દ્રવ્યસમય અર્થાત્ કાળપદાર્થ લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશોવાળું એક દ્રવ્ય હોય તોપણ ૫૨માણુ વડે તેનો એક પ્રદેશ ઓળંગાતાં પર્યાયસમયની સિદ્ધિ થાય' એમ કહેવામાં આવે તો, એમ નથી; કારણ કે (તેમાં બે દોષ આવે છે)–
વસ્તુસ્વરૂપમાં અંધાધૂંધી. [તત્ત્વ =
૧ તત્ત્વવિપ્લવ વિનાશ.]
=
વસ્તુસ્વરૂપ. વિપ્લવ અંધાધૂંધી; ગોટાળો; વિરોધ;
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com