________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૭૩
अप्रदेश एव समयो द्रव्येण प्रदेशमात्रत्वात्। न च तस्य पुद्गलस्येव पर्यायेणाप्यनेकप्रदेशत्वं, यतस्तस्य નિરન્તરે
प्रस्तारविस्तृतप्रदेशमात्रासंख्येयद्रव्यत्वेऽपि परस्परसंपर्कासंभवादेकैकमाकाशप्रदेशमभिव्याप्य तस्थुष: प्रदेशमात्रस्य परमाणोस्तदभिव्याप्तमेकमाकाशप्रदेशं मन्दगत्या व्यतिपतत एव वृत्तिः।। १३८ ।।
अथ कालपदार्थस्य द्रव्यपर्यायौ प्रज्ञापयति
यस्मात्पुद्गलपरमाणोरेकप्रदेशगमनपर्यन्तं सहकारित्वं करोति न चाधिकं तस्मादेव ज्ञायते सोऽप्येकप्रदेश इति।। १३८ ।। अथ पूर्वोक्तकालपदार्थस्य पर्यायस्वरूपं द्रव्यस्वरूपं च प्रतिपादयतिवदिवददो
ટીકાઃ- કાળ, દ્રવ્ય પ્રદેશમાત્ર હોવાથી, અપ્રદેશી જ છે. વળી તેને પુદ્ગલની માફક પર્યાયે પણ અનેકપ્રદેશીપણું નથી; કારણ કે પરસ્પર અંતર વિના પ્રસ્તારરૂપે વિસ્તરેલાં પ્રદેશમાત્ર અસંખ્યાત કાળદ્રવ્યો હોવા છતાં પરસ્પર સંપર્ક નહિ હોવાથી એક એક આકાશપ્રદેશને વ્યાપીને રહેલા કાળદ્રવ્યની વૃત્તિ ત્યારે જ થાય છે (અર્થાત્ કાળાણુની પરિણતિ ત્યારે જ નિમિત્તભૂત થાય છે) કે જ્યારે પ્રદેશમાત્ર પરમાણુ તેનાથી (–તે કાળાણથી) વ્યાપ્ત એક આકાશપ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય.
ભાવાર્થ- લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે. એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહેલો છે. તે કાળાણુઓ સ્નિગ્ધ-રૂક્ષગુણના અભાવને લીધે રત્નરાશિની માફક છૂટા છૂટા જ રહે છે, પુદ્ગલપરમાણુઓની માફક પરસ્પર મળતા નથી.
જ્યારે પુદ્ગલપરમાણુ આકાશના એક પ્રદેશને મંદ ગતિથી ઓળંગે છે (અર્થાત એક પ્રદેશથી બીજા અનંતર પ્રદેશે મંદ ગતિથી જાય છે, ત્યારે તે (ઓળંગવામાં આવતા) પ્રદેશ રહેલો કાળાણ તેને નિમિત્તભૂતપણે વર્તે છે. આ રીતે દરેક કાળાણ પુદગલપરમાણુને એક પ્રદેશ સુધીના ગમન પર્યત જ સહકારીપણે વર્તે છે, વધારે નહિ; તેથી સ્પષ્ટ થાય છે કે કાળદ્રવ્ય પર્યાય પણ અનેકપ્રદેશી નથી. ૧૩૮.
હવે કાળપદાર્થનાં દ્રવ્ય અને પર્યાય જણાવે છે:
૧. પ્રસ્તાર = પથારો; ફેલાવો; વિસ્તાર. (અસંખ્યાત કાળદ્રવ્યો આખા લોકાકાશમાં પથરાયેલાં છે. તેમને
પરસ્પર અંતર નથી, કારણ કે દરેક આકાશપ્રદેશમાં એક એક કાળદ્રવ્ય રહેલું છે.). ૨. પ્રદેશમાત્ર =એકપ્રદેશી. (એકપ્રદેશી એવો પરમાણુ કોઈ એક આકાશપ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય
ત્યારે જ તે આકાશપ્રદેશે રહેલા કાળદ્રવ્યની પરિણતિ તેને નિમિત્તભૂતપણે વર્તે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com