________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૫
કહાનજૈનશાસ્ત્રમાળા ] अथामी अमीभिर्लिङ्गैरुपलभ्योद्भवन्त एव निशुम्भनीया इति विभावयति
अद्वे अजधागहणं करुणाभावो य तिरियमणुएसु। विसएसु य प्पसंगो मोहस्सेदाणि लिंगाणि।। ८५।।
अर्थे अयथाग्रहणं करुणाभावश्च तिर्यङ्मनुजेषु। विषयेषु च प्रसङ्गो मोहस्यैतानि लिङ्गानि।। ८५।।
यतो रागद्वेषमोहपरिणतस्य जीवस्येत्थंभूतो बन्धो भवति ततो रागादिरहितशुद्धात्मध्यानेन ते रागद्वेषमोहा सम्यक् क्षपयितव्या इति तात्पर्यम्।। ८४।। अथ स्वकीयस्वकीयलिङ्गै रागद्वेष-मोहान् ज्ञात्वा
ભાવાર્થ- (૧) હાથીને પકડવા માટે ઘાસથી ઢાંકેલો ખાડો બનાવવામાં આવે છે; હાથી ત્યાં ખાડો હોવાના અજ્ઞાનને લીધે તે ખાડા ઉપર જતાં તેમાં પડે છે અને એ રીતે પકડાઈ જાય છે. (૨) વળી હાથીને પકડવા માટે, શીખવેલી હાથણી મોકલવામાં આવે છે; તેના દેહ પ્રત્યેના રાગમાં ફસાતાં હાથી પકડાઈ જાય છે. (૩) હાથીને પકડવાની ત્રીજી રીત એ છે કે તે હાથી સામે પાળેલો બીજા હસ્તી મોકલવામાં આવે છે અને પેલો હાથી આ શીખવી મોકલેલા હસ્તી સામે લડવા તેની પાછળ દોડતાં પકડનારાઓની જાળમાં ફસાઈ જાય છે–પકડાઈ જાય છે.
ઉપર્યુક્ત રીતે જે હાથી (૧) અજ્ઞાનથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારના બંધનને પામે છે. તેમ જીવ (૧) મોહથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારના બંધનને પામે છે. માટે મોક્ષાર્થીએ મોહ–રાગ-દ્વેષનો પૂરેપૂરી રીતે મૂળમાંથી ક્ષય કરવો જોઈએ. ૮૪.
હવે, આ રાગદ્વેષમોહને આ લિંગો વડે (હવેની ગાથામાં કહેવામાં આવતાં ચિહ્નો-લક્ષણો વડે) ઓળખીને ઉદભવતાં વેંત જ મારી નાખવાયોગ્ય છે એમ વ્યક્ત કરે છે:
અર્થો તણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં, વિષયો તણો વળી સંગ, લિંગો જાણવાં આ મોહનાં. ૮૫.
અન્વયાર્થઃ- [અર્થે ગયથાપ્રફળ] પદાર્થનું અયથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે ન માનતાં તેમના વિશે અન્યથા સમજણ) [૨] અને [ તિર્યમનુનેષુ રુમાવ: ] તિર્યંચ-મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, [ વિષયેષુ કરી: ૨] તથા વિષયોનો સંગ (અર્થાત્ ઇષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ)-[ yતાન] આ [ મોદક્ષ્ય સિંનિ] મોહનાં લિંગો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com