________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तद्भावो ह्येकत्वस्य लक्षणम् । यत्तु न तद्भवद्विभाव्यते तत्कथमेकं स्यात् । अपि तु गुणगुणिरूपेणानेकमेवेत्यर्थः।। १०६ ।।
अथातद्भावमुदाहृत्य प्रथयति
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो । जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो ।। १०७ ।।
૨૦૭
तथैव सर्वद्रव्याणां स्वकीयस्वकीयस्वरूपास्तित्वगुणेन सह ज्ञातव्यमित्यर्थः ।। १०६ ।। अथातद्भावं विशेषेण विस्तार्य कथयति - सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो सद्द्रव्य संश्च गुणः संश्चैव पर्याय इति सत्तागुणस्य द्रव्यगुणपर्यायेषु विस्तारः । तथा हि-यथा मुक्ताफलहारे सत्तागुण
હશે એમ શંકા ન કરવી; કારણ કે તદ્ભાવ એકત્વનું લક્ષણ છે. જે ‘ તે ’–પણે જણાતું નથી તે (સર્વથા ) એક કેમ હોય ? નથી જ; પરંતુ ગુણ-ગુણીરૂપે અનેક જ છે એમ અર્થ છે.
ભાવાર્થ:- ભિન્નપ્રદેશત્વ તે પૃથક્પણાનું લક્ષણ છે અને અતદ્ભાવ તે અન્યપણાનું લક્ષણ છે. દ્રવ્યને અને ગુણને પૃથપણું નથી છતાં અન્યપણું છે.
પ્રશ્ન:- જેઓ અપૃથક્ હોય તેમનામાં અન્યપણું કેમ હોઈ શકે?
ઉત્ત૨:- વસ્ત્ર અને સફેદપણાની માફક તેમનામાં અન્યપણું હોઈ શકે છે. વસ્ત્રના અને તેના સફેદપણાના પ્રદેશો જીદા નથી તેથી તેમને પૃથક્પણું તો નથી. આમ હોવા છતાં સફેદપણું તો માત્ર આંખથી જ જણાય છે, જીભ, નાક વગેરે બાકીની ચાર ઇન્દ્રિયોથી જણાતું નથી, અને વસ્ત્ર તો પાંચે ઇન્દ્રિયોથી જણાય છે. માટે (કથંચિત્ ) વસ્ત્ર તે સફેદપણું નથી અને સફેદપણું તે વસ્ત્ર નથી. જો એમ ન હોય તો વસ્ત્રની માફક સફેદપણું પણ જીભ, નાક વગેરે સર્વ ઇન્દ્રિયોથી જણાવું જોઈએ; પણ એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથક્પણું હોવા છતાં અન્યપણું છે એમ સિદ્ધ થાય છે.
એ જ પ્રમાણે દ્રવ્યને અને સત્તાદિગુણોને અપૃથક્ક્સ હોવા છતાં અન્યત્વ છે; કારણ કે દ્રવ્યના અને ગુણના પ્રદેશો અભિન્ન હોવા છતાં દ્રવ્યમાં અને ગુણમાં સંજ્ઞા-સંખ્યા-લક્ષણાદિ ભેદ હોવાથી ( કથંચિત્ ) દ્રવ્ય તે ગુણપણે નથી અને ગુણ તે દ્રવ્યપણે નથી. ૧૦૬.
હવે અતભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે દર્શાવે છેઃ
‘ સત્ દ્રવ્ય, ’ ‘ સત્ પર્યાય, ’ ‘ સત્ ગુણ ’-સત્ત્વનો વિસ્તાર છે; નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com