________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૦૫
प्रदेशास्त एवोत्तरीयस्य गुणिन इति तयोर्न प्रदेशविभागः, तथा य एव सत्ताया गुणस्य प्रदेशास्त एव द्रव्यस्य गुणिन इति तयोर्न प्रदेशविभागः। एवमपि तयोरन्यत्वमस्ति तल्लक्षणसद्भावात्। अतद्भावो ह्यन्यत्वस्य लक्षणं, तत्तु सत्ताद्रव्ययोर्विद्यत एव, गुणगुणिनो-स्तद्भावस्याभावात्, शुक्लोत्तरीयवदेव। तथा हि-यथा यः किलैकचक्षुरिन्द्रियविषयमापद्यमानः समस्तेतरेन्द्रियग्रामगोचरमतिक्रान्तः शुक्लो गुणो भवति, न खलु तदखिलेन्द्रियग्रामगोचरीभूतमुत्तरीयं भवति, यच्च किलाखिलेन्द्रियग्रामगोचरीभूतमुत्तरीयं भवति, न खलु स एकचक्षुरिन्द्रियविषयमापद्यमानः समस्तेतरेन्द्रियग्रामगोचरमतिक्रान्तः शुक्लो गुणो भवतीति तयोस्तभावस्याभावः। तथा या किलाश्रित्य वर्तिनी निर्गुणैकगुणसमुदिता विशेषणं
कस्माद्धेतोः। भिन्नप्रदेशाभावात्। कयोरिव। शुक्लवस्त्रशुक्लगुणयोरिव। इदि सासणं हि वीरस्स इति शासनमुपदेश आज्ञेति। कस्य। वीरस्य वीराभिधानान्तिमतीर्थकरपरमदेवस्य। अण्णत्तं तथापि प्रदेशाभेदेऽपि मुक्तात्मद्रव्यशुद्धसत्तागुणयोरन्यत्वं भिन्नत्वं भवति। कथंभूतम्। अतब्भावो अतद्भावरूपं संज्ञालक्षणप्रयोजनादिभेदस्वभावम। यथा प्रदेशरूपेणाभेदस्तथा संज्ञादिलक्षण-रूपेणाप्यभेदो भवत्, को दोष इति चेत्। नैवम्। ण तब्भवं होदि तन्मुक्तात्मद्रव्यं शुद्धात्मसत्तागुणेन सह प्रदेशाभेदेऽपि
વસ્ત્રના-ગુણીના છે તેથી તેમને પ્રદેશવિભાગ (પ્રદેશભેદ) નથી, તેમ જે સત્તાના-ગુણના પ્રદેશો છે તે જ દ્રવ્યના-ગુણીના છે તેથી તેમને પ્રદેશવિભાગ નથી.
આમ હોવા છતાં તેમને (-સત્તા અને દ્રવ્યને) અન્યત્વ છે, કારણ કે (તેમને) અન્યત્વના લક્ષણનો સદભાવ છે. 'અતભાવ અન્યત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને દ્રવ્યને છે જ, કારણ કે ગુણ અને ગુણીને 'તભાવનો અભાવ હોય છે-શુકલત્વ અને વસ્ત્રની માફક. તે આ પ્રમાણે : જેવી રીતે એક ચક્ષુ-ઇંદ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો જે શુકલત્વગુણ છે તે સમસ્તઇદ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર નથી, તથા જે સમસ્તઇદ્રિયસમૂહુને ગોચર થતું એવું વસ્ત્ર છે તે એક ચક્ષુ-ઇંદ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇંદ્રિયોના સમૂહને ગોચર નહિ થતો એવો શુકલત્વગુણ નથી, તેથી તેમને તદ્દભાવનો અભાવ છે; તેવી રીતે કોઈના આશ્રયે રહેતી,
૧. અતભાવ = (કથંચિત્ ) “તે” નહિ હોવું તે; (કથંચિત્ ) તે-પણે નહિ હોવું તે, (કથંચિત્ ) અતત્પણું.
[દ્રવ્ય (કથંચિત્ ) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત્ ) દ્રવ્યપણે નથી માટે તેમને અતભાવ છે.] ૨. તદ્દભવ = ‘તે’ હોવું તે; તે પણ હોવું તે; તે-પણું તત્પણું. ૩. સત્તા દ્રવ્યના આશ્રયે રહે છે. દ્રવ્યને કોઈનો આશ્રય નથી. [ જેમ વાસણમાં ઘી રહે છે તેમ દ્રવ્યમાં સત્તા
રહેતી નથી કારણ કે વાસણને અને ઘીને તો પ્રદેશભેદ છે); પરંતુ જેમ કેરીમાં વર્ણ, ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com