________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
પ્રવચનસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
अमी मनुष्यादयः पर्याया नामकर्मनिर्वृत्ताः सन्ति तावत्। न पुनरेतावतापि तत्र जीवस्य स्वभावाभिभवोऽस्ति, यथा कनकबद्धमाणिक्यकङ्कणेषु माणिक्यस्य। यत्तत्र नैव जीव: स्वभावमपलभते तत स्वकर्मपरिणमनात. पयःपुरवत। यथा खल पयःपर: प्रदेशस्वादाभ्यां पिचुमन्दचन्दनादिवनराजी परिणमन्न द्रवत्वस्वादुत्वस्वभावमुपलभते, तथात्मापि प्रदेशभावाभ्यां कर्मपरिणमनान्नामूर्तत्वनिरुपरागविशुद्धिमत्त्वस्वभावमुपलभते।। ११८ ।।
भिभवो भण्यते, न च जीवाभावः। कथंभूताः सन्तो लब्धस्वभावा न भवन्ति। परिणममाणा सकम्माणि स्वकीयोदयागतकर्माणि सुखदुःखरूपेण परिणममाना इति। अयमत्रार्थ:-यथा वृक्ष-सेचनविषये जलप्रवाहश्चन्दनादिवनराजिरूपेण परिणतः सन्स्वकीयकोमलशीतलनिर्मलादिस्वभावं न लभते,
ટીકા:- પ્રથમ તો, આ મનુષ્યાદિ પર્યાયો નામકર્મથી નિષ્પન્ન છે. પરંતુ આટલાથી પણ ત્યાં જીવને સ્વભાવનો પરાભવ નથી, જેમ કનકબદ્ધ (-સુવર્ણમાં જડલા) માણેકવાળા કકણોમા માણેકના સ્વભાવનો પરાભવ નથી તેમ. જે ત્યાં જીવ સ્વભાવને ઉપલબ્ધ કરતો –અનુભવતો નથી, તે સ્વકર્મરૂપે પરિણમવાને લીધે છે; પાણીના પૂરની માફક. જેમ પાણીનું પૂર પ્રદેશથી અને સ્વાદથી નિંબ-ચંદનાદિ વનરાજિરૂપે (લીમડો, ચંદન વગેરે વૃક્ષોની લાંબી હારરૂપે) પરિણમતું થયું (પોતાના) દ્રવત્વ અને સ્વાદુત્વરૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું નથી, તેમ આત્મા પણ પ્રદેશથી અને ભાવથી સ્વકર્મરૂપે પરિણમવાને લીધે (પોતાના) અમૂર્તત્વ અને *નિરુપરાગવિશુદ્ધિમત્તરૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી.
ભાવાર્થ:- મનુષ્યાદિપર્યાયોમાં, કર્મ કાંઈ જીવના સ્વભાવને હણતું કે આચ્છાદિત કરતું નથી; પરંતુ ત્યાં જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે તેથી તેને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. જેમ પાણીનું પૂર પ્રદેશની અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું થયું પોતાના પ્રવાહીપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું-અનુભવતું નથી અને સ્વાદની અપેક્ષાએ વૃક્ષોરૂપે પરિણમતું થયું પોતાના સ્વાદિષ્ઠપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતું નથી, તેમ આત્મા પણ પ્રદેશની અપેક્ષાએ સ્વકર્મ અનુસાર પરિણમતો થકો પોતાના અમૂર્તપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી અને ભાવની અપેક્ષાએ સ્વકર્મરૂપે પરિણમતો થકો ઉપરાગ વિનાની વિશુદ્ધિવાળાપણારૂપ પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. આથી એમ નિર્ધાર થાય છે કે મનુષ્યાદિપર્યાયોમાં જીવોને પોતાના જ દોષથી પોતાના સ્વભાવની અનુપ
૧. દ્રવત્વ = પ્રવાહીપણું ૨. સ્વાદુત્વ = સ્વાદિષ્ટપણું * નિરુપરાગ-વિશુદ્ધિમત્ત્વ = ઉપરાગ (–મલિનતા, વિકાર) વિનાની વિશુદ્ધિવાળાપણું. [ અરૂપીપણું અને નિર્વિકાર-વિશુદ્ધિવાળાપણું આત્માનો સ્વભાવ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com