________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
विधायिका वृत्तिस्वरूपा च सत्ता भवति, न खलु तदनाश्रित्य वर्ति गुणवदनेकगुणसमुदितं विशेष्यं विधीयमानं वृत्तिमत्स्वरूपं च द्रव्यं भवति; यत्तु किलानाश्रित्य वर्ति गुणवदने-कगुणसमुदितं विशेष्यं विधीयमानं वत्तिमत्स्वरूपं च द्रव्यं भवति, न खल साश्रित्य वर्तिनी निर्गणैकगणसमदिता विशेषणं विधायिका वृत्तिस्वरूपा च सत्ता भवतीति तयोस्तद्भाव-स्याभावः। अत एव च सत्ताद्रव्ययोः कथंचिदनन्तरत्वेऽपि सर्वथैकत्वं न शङ्कनीयं;
संज्ञादिरूपेण तन्मयं न भवति। कधमेगं तन्मयत्वं हि किलैकत्वलक्षणं। संज्ञादिरूपेण तन्मयत्वाभावे कथमेकत्वं, किंतु नानात्वमेव। यथेदं मुक्तात्मद्रव्ये प्रदेशाभेदेऽपि संज्ञादिरूपेण नानात्वं कथितं
"નિર્ગુણ, એક ગુણની બનેલી, વિશેષણ, વિધાયક (-રચનારી) અને વૃત્તિસ્વરૂપ એવી જે સત્તા છે તે કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું બનેલું, "વિશેષ્ય, વિધીયમાન (-રચાનારું ) અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય નથી, તથા જે કોઈના આશ્રય વિના રહેતું, ગુણવાળું, અનેક ગુણોનું બનેલું, વિશેષ્ય, વિધીયમાન અને વૃત્તિમાનસ્વરૂપ એવું દ્રવ્ય છે તે કોઈના આશ્રયે રહેતી, નિર્ગુણ એક ગુણની બનેલી, વિશેષણ, વિધાયક અને વૃત્તિસ્વરૂપ એવી સત્તા નથી, તેથી તેમને તદ્ભાવનો અભાવ છે. આમ હોવાથી જ, જોકે સત્તા અને દ્રવ્યને કથંચિત્ અનર્થાતરપણું (-અભિન્નપદાર્થપણું, અનન્યપદાર્થપણું ) છે તોપણ, તેમને સર્વથા એકત્વ
૧. નિર્ગુણ = ગુણ વિનાની. [ સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વર્ણગુણવાળી, ગંધગુણવાળી,
સ્પર્શગુણવાળી વગેરે છે, પરંતુ વર્ણગુણ કાંઈ ગંધગુણવાળો, સ્પર્શગુણવાળોકે અન્ય કોઈ ગુણવાળો નથી (કારણ કે વર્ણ કાંઈ સુંઘાતો કે સ્પર્શતો નથી); વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે, પરંતુ જ્ઞાનગુણ કાંઈ વીર્યગુણવાળો કે અન્ય કોઈ ગુણવાળો નથી; તેમ દ્રવ્ય અનંત ગુણોવાળું છે, પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં, જેમ દંડી દંડવાળો છે, તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું; કારણ કે દંડી અને દંડને તો પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશી છે)] ૨. વિશેષણ = ખાસિયત; લક્ષણ; ભેદક ધર્મ. ૩. વિધાયક = વિધાન કરનાર; રચનાર. ૪. વૃત્તિ = વર્તવું તે; હોવું તે; ઢાતી; ઉત્પાદત્રયધ્રૌવ્ય. ૫. વિશેષ્ય = ખાસિયતોનો ધરનાર પદાર્થ; લક્ષ્ય; ભેદ્ય પદાર્થ-ધર્મી. [ જેમ ગળપણ, સફેદપણું, સુંવાળપ
વગેરે સાકરનાં વિશેષણો છે અને સાકર તે વિશેષણોથી વિશેષિત થતો (–તે તે ખાસિયતોથી ઓળખાતો, તે તે ભેદોથી ભેદાતો) પદાર્થ છે, વળી જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે આત્માનાં વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો, ભેદાતો) પદાર્થ છે, તેમ સત્તા વિશેષણ
છે અને દ્રવ્ય વિશેષ્ય છે. (વિશેષ્ય અને વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.)] ૬. વિધીયમાન = રચાનારું; જે રચાતું હોય તે. (સત્તા વગેરે ગુણો દ્રવ્યના રચનારા છે અને દ્રવ્ય તેમનાથી
રચાતો પદાર્થ છે.) ૭. વૃત્તિમાન = વૃત્તિવાળું; યાતવાળું; હયાત રહેનાર. (સત્તા વૃત્તિસ્વરૂપ અર્થાત્ હ્યાતીસ્વરૂપ છે અને દ્રવ્ય
થત રહેનારસ્વરૂપ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com