________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
પ્રવચનસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
तथैव य एव हि पूर्वपरिणामोच्छेदात्मक: प्रवाहसीमान्तः स एव हि तदुत्तरोत्पादात्मकः, स एव च परस्परानुस्यूतिसूत्रितैकप्रवाहतयातदुभयात्मक इति। एवमस्य स्वभावत एव त्रिलक्षणायां परिणामपद्धतौ दुर्ललितस्य स्वभावानतिक्रमात्त्रिलक्षणमेव सत्त्वमनुमोदनीयम् मुक्ताफलदामवत्। यथैव हि परिगृहीतद्राघिम्नि प्रलम्बमाने मुक्ताफलदामनि समस्तेष्वपि स्वधामसूचकासत्सु मुक्ताफलेषूत्तरोत्तरेषु धामसूत्तरोत्तरमुक्ताफलानामुदयनात्पूर्वपूर्वमुक्ताफलानामनुदयनात् सर्वत्रापि परस्परानुस्यूतिसूत्रकस्य सूत्रकस्यावस्थानात्त्रैलक्षण्यं प्रसिद्धिमवतरति, तथैव हि परिगृहीतनित्यवृत्तिनिवर्तमाने द्रव्ये समस्तेष्वपि स्वावसरेषूचकासत्सु परिणामेषूत्तरोत्तरेष्ववसरेषूत्तरोत्तरपरिणामानामुदयनात्पूर्वपूर्वपरिणामानामनुदयनात् सर्वत्रापि परस्परानुस्यूतिसूत्रकस्य प्रवाहस्यावस्थानात्त्रैलक्षण्यं प्रसिद्धिमवतरति।। ९९।।
रागादिविकल्पोपाधिरहितस्वसंवेदनज्ञानपर्यायस्य नाशस्तस्मिन्नेव समये तदुभयाधारभूतपरमात्मद्रव्यस्य स्थितिरित्युक्तलक्षणोत्पादव्ययध्रौव्यत्रयेण संबन्धो भवतीति। एवमुत्पादव्ययध्रौव्यत्रयेणैकसमये यद्यपि
છે (અર્થાત્ બેમાંથી એકે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વપરિણામના વિનાશસ્વરૂપ છે તે જ ત્યારપછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.
આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી સર્વને ત્રિલક્ષણ જ `અનુમોદવું-મોતીના હારની માફક. (તે આ રીતે ) જેમ જેણે (અમુક ) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે, પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતાં સમસ્ત મોતીઓમાં, પછી પછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલા પહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે “નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) સમસ્ત પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલાંપહેલાના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો પ્રવાહ અવસ્થિત (– ટકતો) હોવાથી ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે.
૧. અતિક્રમતું = ઓગતું; છોડતું. ૨. સત્ત્વ = સત્પણું; (અભેદનયે ) દ્રવ્ય. ૩. ત્રિલક્ષણ = ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું; ત્રિસ્વરૂપ; ત્રયાત્મક. ૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું. ૫. નિત્યવૃત્તિ = નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com