________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૯૧
नैवान्वयस्य प्रकाशनात्। यैव च मृत्तिकायाः स्थितिस्तावेव कुम्भपिण्डयोः सर्गसंहारौ, व्यतिरेकाणामन्वयानतिक्रमणात्। यदि पुनर्नेदमेवमिष्येत तदान्यः सर्गोऽन्यः संहार: अन्या स्थितिरित्यायाति। तथा सति हि केवलं सर्ग मगयमाणस्य कम्भस्योत्पादनकारणा-भावादभवनिरेव भवेत् , असदुत्पाद एव वा। तत्र कुम्भस्याभवनौ सर्वेषामेव भावानामभवनिरेव भवेत; असदुत्पादे वा व्योमप्रसवादीनामप्युत्पादः स्यात्। तथा केवलं संहारमारभमाणस्य मृत्पिण्डस्य संहारकारणाभावादसंहरणिरेव भवेत् , सदुच्छेद एव वा। तत्र मृत्पिण्डस्यासंहरणौ सर्वेषामेव
मप्युत्पादो भवतु। न च तथा। भंगो वा णत्थि संभवविहीणो परद्रव्योपादेयरुचिरूपमिथ्यात्वस्य भङ्गो नास्ति। कथंभतः। पर्वोक्तसम्यक्त्वपर्यायसंभवरहितः। कस्मादिति चेत। भङ्गकारणाभावात घटोत्पादाभावे मृत्पिण्डस्येव। द्वितीयं च कारणं सम्यक्त्वपर्यायोत्पादस्य मिथ्यात्वपर्यायाभाव-रूपेण दर्शनात्। तदपि कस्मात्। पर्यायस्य पर्यायान्तराभावरूपत्वात्, घटपर्यायस्य मृत्पिण्डाभावरूपेणेव। यदि पुनः सम्यक्त्वोत्पादनिरपेक्षो भवति मिथ्यात्वपर्यायाभावस्तीभाव एव न स्यात्। कस्मात्।
અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી. વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે.
અને જો આમ જ (–ઉપર સમજાવ્યું તેમ જ) ન માનવામાં આવે તો “અન્ય સર્ગ છે, અન્ય સંહાર છે, અન્ય સ્થિતિ છે' એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે ). એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે ):
કેવળ સર્ગ શોધનાર કુંભની (-વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ‘ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસનો જ ઉત્પાદ થાય. ત્યાં, (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય (અર્થાત્ જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદ જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમપુષ્પ વગેરેનો પણ ઉત્પાદ થાય (અર્થાત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે ).
વળી કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાપિંડનો (–ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર મૃત્તિકાપિંડનો), 'સંહારકારણના અભાવને લીધે, સંહાર જ ન થાય; અથવા તો સતનો જ ઉચ્છદ થાય. ત્યાં, (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય તો બધાય
૧. અન્વય = એકરૂપતા; સદેશતા: ‘આ તે જ છે” એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. ૨. ઉત્પાદનકારણ = ઉત્પત્તિનું કારણ ૩. વ્યોમપુષ્પ = આકાશનાં ફૂલ ૪. સંહારકારણ = સંહારનું કારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com