________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૯૫
ध्रौव्ये तु क्रमभुवां भावानामभावाद्रव्यस्याभावः क्षणिकत्वं वा। अत उत्पादव्ययध्रौव्यैरालम्ब्यन्तां पर्यायाः पर्यायैश्च द्रव्यमालम्ब्यतां, येन समस्तमप्येतदेकमेव द्रव्यं भवति।। १०१।। अथोत्पादादीनां क्षणभेदमुदस्य द्रव्यत्वं द्योतयति
समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदतुहिं। एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ।। १०२।।
स्फुटं द्रव्यं सन्ति। णियदं निश्चितं प्रदेशाभेदेऽपि स्वकीयस्वकीयसंज्ञालक्षणप्रयोजनादिभेदेन। तम्हा दव्वं हवदि सव्वं यतो निश्चयाधाराधेयभावेन तिष्ठन्त्युत्पादादयस्तस्मात्कारणादुत्पादादित्रयं स्वसंवेदन
આવે (અર્થાત્ સમયે સમયે થતો ઉત્પાદ જેનું ચિહ્ન હોય એવું દરેક દ્રવ્ય અનંતદ્રવ્યપણું પામે) અથવા અસનો ઉત્પાદ થાય. (૩) જો દ્રવ્યનું જ ધ્રૌવ્ય માનવામાં આવે તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે દ્રવ્યનો અભાવ આવે અથવા ક્ષણિકપણું થાય.
માટે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડ પર્યાયો આલંબિત હો અને પર્યાયો વડે દ્રવ્ય આલંબિત હો કે જેથી આ બધુય એક જ દ્રવ્ય હોય.
ભાવાર્થ:- બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રવ્ય (ધ્રુવપણું ) ત્રણે એકીસાથે છે. આ રીતે નાશ બીજને આશ્રિત છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રૌવ્ય વૃક્ષને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય બીજ અંકુર-વૃક્ષત્વથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી બીજ–અંકુર-વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધાંય, એક વૃક્ષ જ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને ટકતો ભાવ એ દ્રવ્યના અંશો છે. નષ્ટ થતા ભાવનો નાશ, ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું ધ્રૌવ્ય એકીસાથે છે. આ રીતે નાશ નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે; નાશ-ઉત્પાદ-ધ્રૌવ્ય તે ભાવોથી ભિન્ન પદાર્થરૂપ નથી. વળી તે ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી. માટે આ બધાંય, એક દ્રવ્ય જ છે. ૧૦૧.
હવે ઉત્પાદાદિકનો ક્ષણભેદ 'નિરસ્ત કરીને તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છે:
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંશિત અર્થ સહ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
૧. નિરસ્ત કરીને = દૂર કરીને નષ્ટ કરીને; ખંડિત કરીને; નિરાકૃત કરીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com