________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१४६
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अर्थानामयाथातथ्यप्रतिपत्त्या तिर्यग्मनुष्येषु प्रेक्षाहेष्वपि कारुण्यबुद्ध्या च मोहमभीष्टविषयप्रसङ्गेन रागमनभीष्टविषयाप्रीत्या द्वेषमिति त्रिभिर्लिङ्गैरधिगम्य झगिति संभवन्नपि त्रिभूमिकोऽपि मोहो निहन्तव्यः।। ८५।।
अथ मोहक्षपणोपायान्तरमालोचयतिजिणसत्थादो अढे पच्चक्खादीहिं बुज्झदो णियमा। खीयदि मोहोवचयो तम्हा सत्थं समधिदव्वं ।। ८६ ।।
यथासंभवं त एव विनाशयितव्या इत्युपदिशति-अढे अजधागहणं शुद्धात्मादिपदार्थे यथास्वरूपस्थितेऽपि विपरीताभिनिवेशरूपेणायथाग्रहणं करुणाभावो य शुद्धात्मोपलब्धिलक्षणपरमोपेक्षासंयमाद्विपरीतः करुणाभावो दयापरिणामश्च अथवा व्यवहारेण करुणाया अभावः। केषु विषयेषु। मणुवतिरिएसु मनुष्यतिर्यग्जीवेषु इति दर्शनमोहचिह्नम्। विसएसु य प्पसंगो निर्विषयसुखास्वादरहितबहिरात्मजीवानां मनोज्ञामनोज्ञविषयेषु च योऽसौ प्रकर्षेण सङ्गः संसर्गस्तं दृष्टवा प्रीत्यप्रीतिलिङ्गाभ्यां चारित्रमोहसंज्ञो
ટીકા:- પદાર્થોની અયથાતથપણે પ્રતિપત્તિ વડે અને તિર્યચ-મનુષ્યો પ્રેક્ષાયોગ્ય હોવા છતાં પણ તેમના પ્રત્યે કારુણ્યબુદ્ધિ વડે મોહને (ઓળખીને), ઇષ્ટ વિષયોની આસક્તિ વડ રાગને (ઓળખીને) અને અનિષ્ટ વિષયોની અપ્રીતિ વડે દ્વેષને (ઓળખીને)-એમ ત્રણ લિંગો વડે ( ત્રણ પ્રકારના મોહને) ઓળખીને એકદમ ઊપજતાં વેંત જ ત્રણે પ્રકારનો મોહ હણી નાખવાયોગ્ય છે (નષ્ટ કરવાયોગ્ય ) છે.
ભાવાર્થ- મોહના ત્રણ ભેદ છે-દર્શનમોહ, રાગ અને દ્વેષ. પદાર્થોના યથાર્થ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા તિર્યંચો ને મનુષ્યો પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે દર્શનમોહનાં ચિહ્ન છે, ઇષ્ટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિહ્ન છે અને અનિષ્ટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે. આ ચિહ્નોથી ત્રણે પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુએ તેનો તત્કાળ નાશ કરવો યોગ્ય છે. ૮૫.
હવે મોહક્ષય કરવાનો ઉપાયાન્તર (–અન્ય ઉપાય) વિચારે છેઃ
શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬.
૧. પદાર્થોની અયથાતથપણે પ્રતિપત્તિ = પદાર્થો જેવા નથી તેવા તેમને સમજવા અર્થાત અન્યથા સ્વરૂપે
તેમને અંગીકાર કરવા તે ૨. પ્રેક્ષાયોગ્ય = માત્ર પ્રેક્ષકભાવેદટાજ્ઞાતાપણે-મધ્યસ્થભાવે દેખવાયોગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com