________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૯
द्रव्याणि च गुणाश्च पर्यायाश्च अभिधेयभेदेऽप्यभिधानाभेदेन अर्थाः। तत्र गुणपर्यायानियति गुणपर्यायैरर्यन्त इति वा अर्था द्रव्याणि, द्रव्याण्याश्रयत्वेनेति द्रव्यैराश्रयभूतैरर्यन्त इति वा अर्था गुणाः, द्रव्याणि क्रमपरिणामेनेति द्रव्यैः क्रमपरिणामेनार्यन्त इति वा अर्थाः पर्यायाः। यथा हि सुवर्णं पीततादीन गुणान् कुण्डलादींश्च पर्यायानियति तैरर्यमाणं वा अर्थो द्रव्यस्थानीयं, यथा च सुवर्णमाश्रयत्वेनेयति तेनाश्रयभूतेनार्यमाणा वा अर्थाः
तथा हि-अत्रैव देहे निश्चयनयेन शुद्धबुद्धकस्वभावः परमात्मास्ति। कस्माद्धेतोः। निर्विकारस्वसंवेदनप्रत्यक्षत्वात् सुखादिवत् इति, तथैवान्येऽपि पदार्था यथासंभवमागमाभ्यासबलोत्पन्नप्रत्यक्षेणानुमानेन वा ज्ञायन्ते। ततो मोक्षार्थिना भव्येनागमाभ्यासः कर्तव्य इति तात्पर्यम् ।। ८६।। अथ द्रव्यगुणपर्यायाणामर्थसंज्ञां कथयति-दव्वाणि गुणा तेसिं पज्जाया अट्ठसण्णया भणिया द्रव्याणि गुणास्तेषां द्रव्याणां पर्यायाश्च त्रयोऽप्यर्थसंज्ञया भणिताः कथिता अर्थसंज्ञा भवन्तीत्यर्थः। तेसु तेषु त्रिषु द्रव्यगुणपर्यायेषु मध्ये गुणपज्जयाणं अप्पा गुणपर्यायाणां संबंधी आत्मा स्वभावः। क: इति पृष्टे। दव्व त्ति उवदेसो द्रव्यमेव स्वभाव इत्युपदेशः, अथवा द्रव्यस्य कः स्वभाव इति पृष्टे गुणपर्यायाणामात्मा
ટીકા:- દ્રવ્યો, ગુણો અને પર્યાયોમાં અભિધેયભેદ હોવા છતાં અભિધાનના અભેદ વડે તેઓ “અર્થ” છે [ અર્થાત્ દ્રવ્યો, ગુણો અને પર્યાયોમાં વાચ્યનો ભેદ હોવા છતાં વાચકમાં ભેદ ન રાખીએ તો “અર્થ' એવા એક જ વાચક (-શબ્દ) થી એ ત્રણે ઓળખાય છે]. તેમાં (એ દ્રવ્યો, ગુણો ને પર્યાયો મધ્ય), જેઓ ગુણોને અને પર્યાયોને પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ ગુણો અને પર્યાયો વડે પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે એવા * “અર્થો’ તે દ્રવ્યો છે, જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ આશ્રયભૂત દ્રવ્યો વડ પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે એવા “અર્થો' તે ગુણો છે, જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા જેઓ દ્રવ્યો વડે કમપરિણામથી ( ક્રમે થતા પરિણામને લીધે) પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે એવા “અર્થો” તે પર્યાયો છે.
જેમ દ્રવ્યસ્થાનીય (-દ્રવ્ય સમાન, દ્રવ્યના દષ્ટાંતરૂપ) સુવર્ણ પીળાશ વગેરે ગુણોને અને કુંડળ વગેરે પર્યાયોને પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા (સુવર્ણ) તેમના વડે (-પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાયો વડે ) પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય છે તેથી દ્રવ્યસ્થાનીય સુવર્ણ અર્થ ' છે, જેમ પીળાશ વગેરે ગુણો સુવર્ણને આશ્રય તરીકે પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે અથવા (તેઓ) આશ્રયભૂત સુવર્ણ વડ પમાય-પ્રાપ્ત કરાયા
* “દ” ધાતુમાંથી “અર્થ” શબ્દ બન્યો છે. '%' એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, જવું. ‘અર્થ' એટલે
(૧) જે પામે-પ્રાપ્ત કરે-પહોંચે છે, અથવા (૨) જેને પમાય-પ્રાપ્ત કરાય-પહોંચાય તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com