________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૭૭
पृथगनुपलभ्यमानस्य कर्तृकरणाधिकरणरूपेण द्रव्यस्वरूपमुपादाय प्रवर्तमानप्रवृत्तियुक्तैर्गुणैः पर्यायैश्च निष्पादितनिष्पत्तियुक्तस्य द्रव्यस्य मूलसाधनतया तैर्निष्पादितं यदस्तित्वं स स्वभावः। किंच-यथा हि द्रव्येण वा क्षेत्रेण वा कालेन वा भावेन वा कार्तस्वरात्पृथगनुपलभ्यमानैः कर्तृकरणाधिकरणरूपेण कुण्डलाङ्गदपीतताधुत्पादव्ययध्रौव्याणां स्वरूपमुपादाय
सम्बन्धि यदस्तित्वं स एव वीतत्वादिगुणकुण्डलादिपर्यायाणां स्वभावो भवति, तथा स्वकीयद्रव्यक्षेत्रकालभावैः केवलज्ञानादिगुणकिंचिदूनचरमशरीराकारपर्यायेभ्यः सकाशादभिन्नस्य मुक्तात्मद्रव्यस्य संबन्धि यदस्तित्वं स एव केवलज्ञानादिगुणकिंचिदूनचरमशरीराकारपर्यायाणां स्वभावो ज्ञातव्यः। अथेदानीमुत्पादव्ययध्रौव्याणामपि द्रव्येण सहाभिन्नास्तित्वं कथ्यते। यथा स्वकीयद्रव्यादिचतुष्टयेन सुवर्णादभिन्नानां कटकपर्यायोत्पादकङ्कणपर्यायविनाशसुवर्णत्वलक्षण-ध्रौव्याणां संबन्धि यदस्तित्वं स एव सुवर्णसद्भावः,
'કર્તા-કરણ-અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે, –એવા દ્રવ્યનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (પીળાશાદિકથી અને કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડળાદિકનું જ અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિકના અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ થાય છે, પીળાશાદિક અને કુંડળાદિક ન હોય તો સુવર્ણ પણ ન હોય તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે, કારણ કે દ્રવ્યના
સ્વરૂપને ગુણો અને પર્યાયો જ ધારણ કરતા હોવાથી ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
(જેવી રીતે દ્રવ્યનું અને ગુણ-પર્યાયનું એક જ અસ્તિત્વ છે એમ સુવર્ણના દષ્ટાંતપૂર્વક સમજાવ્યું, તેવી રીતે હવે દ્રવ્યનું અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું પણ એક જ અસ્તિત્વ છે એમ સુવર્ણના દષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે છે.)
જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક જોવામાં આવતાં નથી, કર્તા-કરણઅધિકરણરૂપે કુંડળાદિ-ઉત્પાદોના, બાજુબંધઆદિવ્યયોના અને પીળાશઆદિ
૧. ગુણ-પર્યાયો જ દ્રવ્યના કર્તા (કરનાર), કરણ (સાધન) અને અધિકરણ (આધાર) છે; તેથી ગુણ
પર્યાયો જ દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે. ૨. જેઓ = જે કુંડળ આદિ ઉત્પાદો, બાજુબંધ આદિ થયો અને પીળાશ આદિ ધ્રૌવ્યો ૩. સુવર્ણ જ કુંડળાદિ-ઉત્પાદો, બાજુબંધાદિવ્યયો અને પીળાશઆદિધ્રૌવ્યોનું કર્તા, કરણ તથા અધિકરણ છે; તેથી સુવર્ણ જ તેમનું સ્વરૂપ ધારણ કરે છે (સુવર્ણ જ કુંડળાદિરૂપે ઊપજે છે, બાજુબંધ'દિરૂપે નષ્ટ થાય છે અને પીળાશઆદિરૂપે ટકી રહે છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com