________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
मात्मनोऽव्यतिरिक्तां बिभ्राणं केवलमेव सौख्यम्। ततः कुतः केवलसुखयोर्व्यतिरेकः। अतः सर्वथा केवलं सुखमैकान्तिकमनुमोदनीयम्।।६०॥
समर्थमखण्डैकरूपं प्रत्यक्षपरिच्छित्तिमयं स्वरूपं परिणमत्सत् केवलज्ञानमेव परिणामो, न च केवलज्ञानादिन्नपरिणामोऽस्ति येन खेदो भविष्यति। अथवा परिणामविषये द्वितीयव्याख्यानं क्रियतेयुगपदनन्तपदार्थपरिच्छित्तिपरिणामेऽपि वीर्यान्तरायनिरवशेषक्षयादनन्तवीर्यत्वात खेदकारणं नास्ति, तथैव च शुद्धात्मसर्वप्रदेशेषु समरसीभावेन परिणममानानां सहजशुद्धानन्दैकलक्षणसुखरसास्वादपरिणतिरूपामात्मनः सकाशादभिन्नामनाकुलतां प्रति खेदो नास्ति। संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि निश्चयेनाभेदरूपेण परिणममानं केवलज्ञानमेव सुखं भण्यते। तत: स्थितमेतत्केवलज्ञानादिन्नं सुखं नास्ति। तत एव केवलज्ञाने खेदो न संभवतीति।। ६०।। अथ पुनरपि केवलज्ञानस्य सुखस्वरूपतां
નિષ્કપ રહ્યું છે તેથી આત્માથી અભિન્ન એવી, સુખના લક્ષણભૂત અનાકુળતા ધરતું થયું કેવળજ્ઞાન જ સુખ છે. માટે કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક કયા છે ?
આથી “કેવળજ્ઞાન એકાંતિક સુખ છે' એમ સર્વથા અનુમોદવાયોગ્ય છે (-આનંદથી સંમત કરવાયોગ્ય છે).
ભાવાર્થ:- “કેવળજ્ઞાનમાં પણ પરિણામ થયા કરતા હોવાથી થાક લાગે અને તેથી દુઃખ થાય; માટે કેવળજ્ઞાન એકાંતિક સુખ કઈ રીતે હોઈ શકે ?” એવી શંકાનું અહીં સમાધાન કરવામાં આવ્યું છે:
(૧) પરિણામમાત્ર થાકનું કે દુ:ખનું કારણ નથી, પણ ઘાતિકર્મોના નિમિત્તે થતા પર-સન્મુખ પરિણામ થાકના કે દુ:ખનાં કારણ છે. કેવળજ્ઞાનમાં ઘાતિકર્મો અવિધમાન હોવાથી ત્યાં થાક કે દુઃખ નથી. (૨) વળી કેવળજ્ઞાન પોતે જ પરિણામશીલ છે; પરિણમન કેવળજ્ઞાનનું સ્વરૂપ જ છે, ઉપાધિ નથી. પરિણામનો નાશ થાય તો કેવળજ્ઞાનનો જ નાશ થાય. આ રીતે પરિણામ કેવળજ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળજ્ઞાનને પરિણામ દ્વારા ખેદ હોઈ શકે નહિહોતો નથી. (૩) વળી કેવળજ્ઞાન આખા ત્રિકાળિક લોકાલોકના આકારને (–સમસ્ત પદાર્થોના ત્રિકાળિક જ્ઞયાકારસમૂહને) સર્વદા અડોલપણે જાણતું થકુ અત્યત નિષ્કપ-સ્થિર-અક્ષુબ્ધ-અનાકુળ છે; અને અનાકુળ હોવાથી સુખી છેસુખસ્વરૂપ છે, કારણ કે અનાકુળતા સુખનું જ લક્ષણ છે. આમ કેવળજ્ઞાન અને અક્ષુબ્ધતા-અનાકુળતા ભિન્ન નહિ હોવાથી કેવળજ્ઞાન અને સુખ ભિન્ન નથી.
આ રીતે (૧) ઘાતિકર્મોના અભાવને લીધે, (૨) પરિણામ કોઈ ઉપાધિ નહિ હોવાને લીધે, અને (૩) કેવળજ્ઞાન નિષ્કપ-સ્થિર-અનાકુળ હોવાને લીધે, કેવળજ્ઞાન સુખસ્વરૂપ જ છે. ૬O.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com