________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
____ अथायमेवैको भगवद्भिः स्वयमनुभूयोपदर्शितो निःश्रेयसस्य पारमार्थिकः पन्था इति मतिं व्यवस्थापयति
सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा। किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं।। ८२।।
सर्वेऽपि चाहन्तस्तेन विधानेन क्षपितकर्मांशाः। कृत्वा तथोपदेशं निर्वृतास्ते नमस्तेभ्यः।। ८२।।
मुक्तो भवतीति। किंच पूर्वं ज्ञानकण्डिकायां ‘उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं' इत्युक्तं, अत्र तु 'जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्ध' इति भणितम, उभयत्र मोक्षोऽस्ति। को विशेषः। प्रत्युत्तरमाह-तत्र शुभाशुभयोर्निश्चयेन समानत्वं ज्ञात्वा पश्चाच्छुद्धे शुभरहिते निजस्वरूपे स्थित्वा मोक्षं लभते, तेन कारणेन शुभाशुभमूढत्वनिरासार्थं ज्ञानकण्डिका भण्यते। अत्र तु द्रव्यगुणपर्यायैराप्तस्वरूपं ज्ञात्वा पश्चात्तद्रूपे स्वशुद्धात्मनि स्थित्वा मोक्षं प्राप्नोति, ततः कारणा
ભાવાર્થ- ૮૦ મી ગાથામાં દર્શાવેલા ઉપાયથી દર્શનમોહને દૂર કરીને અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જે જીવ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ વીતરાગચારિત્રના પ્રતિબંધક રાગદ્વેષને છોડ છે. ફરીફરીને રાગદ્વેષભાવે પરિણમતો નથી, તે જ અભેદરત્નત્રયપરિણત જીવ શુદ્ધ-બુદ્ધ-એકસ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે-મુક્ત થાય છે. તેથી જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પણ, સરાગચારિત્ર પામીને પણ, રાગદ્વેષના નિવારણ માટે અત્યંત સાવધાન રહેવું યોગ્ય છે. ૮૧.
હવે, આ જ એક (-પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક), ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે-એમ મતિને વ્યવસ્થિત કરે છે -
અહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત થયા; નમું તેમને. ૮૨. અન્વયાર્થ- [ સર્વે કપિ ] બધાય [ ગર્દન્ત:] અહંતભગવંતો [ તેન વિધાન] તે જ વિધિથી [ પિતÍશ:] કર્માશોના (-જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો) ક્ષય કરીને તથા [ તથા] (અન્યને પણ ) એ જ પ્રકારે [૩૫શ વા] ઉપદેશ કરીને [નિવૃતા: તે] મોક્ષ પામ્યા છે. [ નમ: તેભ્ય:] તેમને નમસ્કાર હો.
૧. નિઃશ્રેયસ = મોક્ષ ૨. વ્યવસ્થિત = નિશ્ચિત; સ્થિર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com