________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
तृष्णाभिर्दु:खबीजतयाऽत्यन्तदुःखिताः सन्तो मृगतृष्णाभ्य इवाम्भांसि विषयेभ्यः सौख्यान्यभिलषन्ति। तदुःखसंतापवेगमसहमाना अनुभवन्ति च विषयान्, जलायुका इव, तावद्यावत् क्षयं यान्ति। यथा हि जलायुकास्तृष्णाबीजेन विजयमानेन दुःखाङ्कुरेण क्रमतः समाक्रम्यमाणा दुष्टकीलालमभिलषन्त्यस्तदेवानुभवन्त्यश्चाप्रलयात् क्लिश्यन्ते, एवममी अपि पुण्यशालिनः पापशालिन इव तृष्णाबीजेन विजयमानेन दुःखाङ्कुरेण क्रमतः समाक्रम्यमाणा विषयानभिलषन्तस्तानेवानुभवन्तश्चाप्रलयात् क्लिश्यन्ते। अतः पुण्यानि सुखाभासस्य दुःखस्यैव સાધનાનિ ચુડા ૭ફા
इच्छन्ति। न केवलमिच्छन्ति, अणुभवंति य अनुभवन्ति च। किंपर्यन्तम्। आमरणं मरणपर्यन्तम्। कथंभूताः। दुक्खसंतत्ता दुःखसंतप्ता इति। अयमत्रार्थ:-यथा तृष्णोद्रेकेण प्रेरिताः जलौकसः कीलालमभिलषन्त्यस्तदेवानुभवन्त्यश्चामरणं दुःखिता भवन्ति, तथा निजशुद्धात्मसंवित्तिपराङ्मुखा
તૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે પુણ્યજનિત તૃષ્ણાઓ વડે પણ અત્યંત દુઃખી વર્તતા થકા, 'મૃગતૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખોને ઇચ્છે છે અને તે દુ:ખસંતાપના વેગને નહિ સહી શકવાથી વિષયોને ભોગવે છે. કયાં સુધી ? વિનાશ (-મરણ) પામે ત્યાં સુધી. કોની જેમ ? જળોની જેમ. જેમ જળો, તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશઃ આક્રાંત થતી હોવાથી, ખરાબ લોહીને ઇચ્છતી અને તેને જ ભોગવતી થકી વિનાશપર્યત ફ્લેશ પામે છે, તેમ આ પુણ્યશાળીઓ પણ, પાપશાળીઓની માફક, તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુઃખાંકુર વડે ક્રમશ: આક્રાંત થતા હોવાથી, વિષયોને ઇચ્છતા અને તેમને જ ભોગવતા થકા વિનાશપર્યત (-મરણ પામતાં સુધી) કલેશ પામે છે.
આથી પુણ્યો સુખાભાસ એવા દુઃખનાં જ સાધન છે.
ભાવાર્થ:- જેમને સમસ્તવિકલ્પજાળ રહિત પરમસમાધિથી ઉત્પન્ન સુખામૃતરૂપ, સર્વ આત્મપ્રદેશે પરમ-આફ્લાદભૂત સ્વરૂપતૃપ્તિ વર્તતી નથી એવા સમસ્ત સંસારી જીવોને નિરંતર વિષયતૃષ્ણા વ્યક્ત કે અવ્યક્તપણે વર્તે જ છે. તે તૃષ્ણારૂપી બીજ ક્રમશ: અંકુરરૂપ થઈ દુઃખવૃક્ષરૂપે વૃદ્ધિ પામતાં, એ રીતે દુ:ખદાહનો વેગ અસહ્ય થતાં, તે જીવો વિષયોમાં પ્રવૃત્ત થાય છે. માટે જેમને વિષયોમાં પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા દેવો સુધીના સમસ્ત સંસારીઓ દુઃખી જ છે.
આ રીતે દુ:ખભાવ જ પુણોને-પુણજનિત સામગ્રીને અવલંબતો હોવાથી, પુણો સુખાભાસ એવા દુ:ખનાં જ આલંબન-સાધન છે. ૭૫.
૧. જેમ ઝાંઝવાંમાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઇંદ્રિયવિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. ૨. દુઃખસંતાપ = દુઃખદાહ; દુઃખની બળતરા-પીડા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com