________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
तथैव लोके कारणान्तरमनपेक्ष्यैव स्वयमेव भगवानात्मापि स्वपरप्रकाशनसमर्थनिर्वितथानन्तशक्तिसहजसंवेदनतादात्म्यात् ज्ञानं, तथैव चात्मतृप्तिसमुपजातपरिनिर्वृत्तिप्रवर्तितानाकुलत्वसुस्थितत्वात् सौख्यं, तथैव चासन्नात्मतत्त्वोपलम्भलब्धवर्णजनमानसशिलास्तम्भोत्कीर्णसमुदीर्णधुतिस्तुतियोगिदिव्यात्मस्वरूपत्वाद्देवः। अतोऽस्यात्मनः सुखसाधनाभासैविषयैः पर्याप्तम्।।६८।। इति आनन्दप्रपञ्चः।
लोगे जगति। तहा देवो निजशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसमुत्पन्नसुन्दरानन्दस्यन्दिसुखामृतपानपिपासितानां गणधरदेवादिपरमयोगिनां देवेन्द्रादीनां चासन्नभव्यानां मनसि निरन्तरं परमाराध्यं, तथैवानन्तज्ञानादिगुणस्तवनेन स्तुत्यं च यद्दिव्यमात्मस्वरूपं तत्स्वभावत्वात्तथैव देवश्चेति। ततो ज्ञायते मुक्तात्मनां विषयैरपि प्रयोजनं नास्तीति।। ६८।। एवं स्वभावेनैव सुखस्वभावत्वाद्विषया अपि मुक्तात्मनां सुखकारणं न भवन्तीतिकथनरूपेण गाथाद्वयं गतम्। अथेदानीं श्रीकुन्दकुन्दाचार्यदेवाः पूर्वोक्तलक्षणा-नन्तसुखाधारभूतं सर्वज्ञं वस्तुस्तवेन नमस्कुर्वन्ति
નામકર્મના ધારાવાહી ઉદયને વશવર્તી સ્વભાવ વડે દેવ છે, તેવી જ રીતે લોકમાં, કારણતરની અપેક્ષા રાખ્યા વિના જ સ્વયમેવ ભગવાન આત્મા પણ (૧) સ્વપરને પ્રકાશવામાં સમર્થ એવી નિર્વિતથ (– સાચી) અનંત શક્તિવાળા સહજ સંવેદન સાથે તાદાભ્યને લીધે જ્ઞાન છે, (૨) આત્મતૃતિથી ઊપજતી જે પરિનિવૃત્તિ તેનાથી પ્રવર્તતી અનાકુળતામાં સુસ્થિતપણાને લીધે સૌખ્ય છે, અને (૩) જેમને આત્મતત્વની ઉપલબ્ધિ નિકટ છે એવા બુધ જનોના મનરૂપી શિલાખંભમાં જેની અતિશય ધુતિની સ્તુતિ કોતરાયેલી છે એવા દિવ્ય આત્મસ્વરૂપવાળો હોવાને લીધે દેવ છે. માટે આ આત્માને સુખસાધનાભાસ (–જેઓ સુખનાં સાધન નથી પણ સુખનાં સાધન હોવાનો આભાસમાત્ર જેમાં થાય છે એવા) વિષયોથી બસ થાઓ.
ભાવાર્થ:- સિદ્ધભગવાન કોઈ બાહ્ય કારણની અપેક્ષા વિના પોતાની મેળે જ સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપ છે, અનંત આમિક આનંદરૂપ છે અને અચિંત્ય દિવ્યતા રૂપ છે. સિદ્ધભગવાન જેવો જ સર્વ જીવોનો સ્વભાવ છે. તેથી સુખાર્થી જીવો વિષયાલંબી ભાવ છોડી નિરાલંબી પરમાનંદસ્વભાવે પરિણમો. ૬૮.
આ રીતે આનંદ-અધિકાર પૂર્ણ થયો.
૧. પરિનિવૃત્તિ = મોક્ષ પરિપૂર્ણતા છેવટનું સંપૂર્ણ સુખ. (પરિનિવૃત્તિ આત્મતૃતિથી થાય છે અર્થાત્
આત્મતૃતિની પરાકાષ્ઠા તે જ પરિનિવૃત્તિ.) ૨. શિલાખંભ = પથ્થરનો થાંભલો ૩. યુતિ = દિવ્યતા; ભવ્યતા; મહિમા (ગણધરદેવાદિ બુધ પુરુષોના મનમાં શુદ્ધાત્મસ્વરૂપની દિવ્યતાના
સ્તુતિગાન કોતરાઈ ગયાં છે)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com