________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
यदि शुभोपयोगजन्यसमुदीर्णपुण्यसंपदस्त्रिदशादयोऽशुभोपयोगजन्यपर्यागतपातकापदो वा नारकादयश्च , उभयेऽपि स्वाभाविकसुखाभावादविशेषेण पञ्चेन्द्रियात्मकशरीरप्रत्ययं दुःखमेवानुभवन्ति। ततः परमार्थतः शुभाशुभोपयोगयोः पृथक्त्वव्यवस्था नावतिष्ठते।। ७२।। अथ शुभोपयोगजन्यं फलवत्पुण्यं विशेषेण दूषणार्थमभ्युपगम्योत्थापयति
कुलिसाउहचक्कधरा सुहोवओगप्पगेहिं भोगेहिं। देहादीणं विद्धिं करेंति सूहिदा इवाभिरदा।।७३।।
मधुबिन्दुसुस्वादेन यथा सुखं मन्यते, तथा संसारसुखम्। पूर्वोक्तमोक्षसुखं तु तद्विपरीतमिति तात्पर्यम्।। ७१।। अथ पूर्वोक्तप्रकारेण शुभोपयोगसाध्यस्येन्द्रियसुखस्य निश्चयेन दुःखत्वं ज्ञात्वा तत्साधकशुभोपयोगस्याप्यशुभोपयोगेन सह समानत्वं व्यवस्थापयति-णरणारयतिरियसुरा भजंति जदि देहसंभवं दुक्खं सहजातीन्द्रियामूर्तसदानन्दैकलक्षणं वास्तवसुखमलभमानाः सन्तो नरनारकतिर्यक्सुरा यदि चेदविशेषेण पूर्वोक्तपरमार्थसुखाद्विलक्षणं पञ्चेन्द्रियात्मकशरीरोत्पन्नं निश्चयनयेन दुःखमेव भजन्ते सेवन्ते, किह सो सुहो व असुहो उवओगो हवदि जीवाणं व्यवहारेण विशेषेऽपि निश्चयेन सः प्रसिद्धः
ટીકા:- જો શુભોપયોગજન્ય ઉદયગત પુણ્યની સંપદાવાળા દેવાદિક (અર્થાત શુભપયોગજન્ય પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી ઋદ્ધિવાળા દેવો વગેરે) અને અશુભોપયોગજન્ય ઉદયગત પાપની આપદાવાળા નારકાદિક-એ બન્નેય સ્વાભાવિક સુખના અભાવને લીધે અવિશેષપણે (–તફાવત વિના) પંચેન્દ્રિયાત્મક શરીર સંબંધી દુ:ખને જ અનુભવે છે, તો પછી પરમાર્થે શુભ-અશુભ ઉપયોગની પૃથકત્વવ્યવસ્થા ટકતી નથી.
ભાવાર્થ- શુભોપયોગજન્ય પુણ્યના ફળરૂપે દેવાદિકની સંપદાઓ મળે છે અને અશુભોપયોગજન્ય પાપના ફળરૂપે નારકાદિકની આપદાઓ મળે છે. પરંતુ તે દેવાદિક તથા નારકાદિ બન્ને પરમાર્થે દુઃખી જ છે. એ રીતે બન્નેનું ફળ સમાન હોવાથી શુભોપયોગ અને અશુભોપયોગ બન્ને પરમાર્થે સમાન જ છે અર્થાત્ ઉપયોગમાં-અશુદ્ધોપયોગમાં-શુભ અને અશુભ એવા ભેદ પરમાર્થે ઘટતા નથી. ૭૨.
(જેમ ઇંદ્રિયસુખને દુઃખરૂપ અને શુભોપયોગને અશુભોપયોગ સમાન દર્શાવ્યો તેમ) હવે શુભોપયોગજન્ય એવું જે ફળવાળું પુણ્ય તેને વિશેષતઃ દૂષણ દેવા માટે (અર્થાત્ તેમાં દોષ દર્શાવવા અર્થે) તે પુણ્યને (તેની હયાતીને) સ્વીકારીને તે ( પુણ્યની) વાતનું ઉત્થાન કરે છે:
ચક્રી અને દેવેંદ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com