________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
[ ભગવાનશ્રીકુંદકુંદ
विकल्पान्तःपाति प्रेक्षत एव । तस्य खल्वमूर्तेषु धर्माधर्मादिषु, मूर्तेष्वप्यतीन्द्रियेषु परमाण्वादिषु, द्रव्यप्रच्छन्नेषु कालादिषु, क्षेत्रप्रच्छन्नेष्वलोकाकाशप्रदेशादिषु, कालप्रच्छन्नेष्वसांप्रतिकपर्यायेषु, भावप्रच्छन्नेषु स्थूलपर्यायान्तर्लीनसूक्ष्मपर्यायेषु सर्वेष्वपि स्वपरव्यवस्थाव्यवस्थितेष्वस्ति द्रष्टृत्वं, प्रत्यक्षत्वात्। प्रत्यक्षं हि ज्ञानमुद्भिन्नानन्तशुद्धिसन्निधानमनादिसिद्धचैतन्यसामान्यसंबन्धमेकमेवाक्षनामानमात्मानं प्रति नियतमितरां सामग्रीममृगयमाणमनन्तशक्तिसद्भावतोऽनन्ततामुपगतं दहनस्येव दाह्याकाराणां ज्ञानस्य ज्ञेयाकाराणामन
પ્રવચનસાર
शेषद्रव्याणां च ये यथासंभवं व्यञ्जनपर्यायास्तेष्वन्तर्भूताः प्रतिसमयप्रवर्तमानषट्प्रकार - प्रवृद्धिहानिरूपा अर्थपर्याया भावप्रच्छन्ना भण्यन्ते । सयलं तत्पूर्वोक्तं समस्तं ज्ञेयं द्विधा भवति । कथमिति चेत् । सगं च इदरं किमपि यथासंभवं स्वद्रव्यगतं इतरत्परद्रव्यगतं च । तदुभयं यतः कारणाज्जानाति तेन कारणेन तं णाणं तत्पूर्वोक्तज्ञानं हवदि भवति । कथंभूतम् । पच्चक्खं प्रत्यक्षमिति । अत्राह शिष्यःज्ञानप्रपञ्चाधिकारः पूर्वमेव गतः, अस्मिन् सुखप्रपञ्चाधिकारे सुखमेव कथनीयमिति । परिहारमाहयदतीन्द्रियं ज्ञानं पूर्वं भणितं तदेवाभेदनयेन सुखं भवतीति ज्ञापनार्थं, अथवा ज्ञानस्य मुख्यवृत्त्या तत्र हेयोपादेयचिन्ता नास्तीति ज्ञापनार्थं वा । एवमतीन्द्रियज्ञानमुपादेयमिति कथनमुख्य
છે, તે બધાંયને-કે જે સ્વ અને ૫૨ એ બે ભેદોમાં સમાય છે તેમને-અતીન્દ્રિય જ્ઞાન અવશ્ય દેખે છે. અમૂર્ત એવાં જે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરે, મૂર્ત પદાર્થોમાં પણ અર્તીદ્રિય એવા જે પરમાણુ વગેરે, તથા દ્રવ્યે પ્રચ્છન્ન એવાં જે કાળ વગેરે (-દ્રવ્ય અપેક્ષાએ ગુપ્ત એવાં જે કાળ, ધર્માસ્તિકાય વગેરે ), ક્ષેત્રે પ્રચ્છન્ન એવા જે અલોકાકાશના પ્રદેશ વગેરે, કાળે પ્રચ્છન્ન એવા જે અસાંપ્રતિક પર્યાયો તથા ભાવે પ્રચ્છન્ન એવા જે સ્થૂલ પર્યાયોમાં અંતર્લીન સૂક્ષ્મ પર્યાયો, તે બધાંયનું-કે જે સ્વ અને ૫૨ એ ભેદોથી વિભક્ત છે તેમનું-ખરેખર તે અર્તીદ્રિય જ્ઞાનને દ્રષ્ટાપણું છે (અર્થાત્ તે બધાંયને તે અર્તીદ્રિય જ્ઞાન દેખે છે) કારણ કે તે ( અર્તીદ્રિય જ્ઞાન ) પ્રત્યક્ષ છે. જેને અનંત શુદ્ધિનો સદ્દભાવ પ્રગટ થયો છે એવા, ચૈતન્ય-સામાન્ય સાથે અનાદિસિદ્ધ સંબંધવાળા એક જ અક્ષ' નામના આત્મા પ્રતિ જે નિયત છે (અર્થાત્ જે જ્ઞાન આત્માને જ વળગેલું છે-આત્મા દ્વારા સીધું પ્રવર્તે છે), જે ( ઇન્દ્રિયાદિ ) અન્ય સામગ્રી શોધતું નથી અને જે અનંત શક્તિના સદ્ભાવને લીધે અનંતતાને (– બેહદપણાને) પામ્યું એવા તે પ્રત્યક્ષ જ્ઞાનને-જેમ દાહ્યાકારો દહનને અતિક્રમતા નથી તેમ શેયાકારો જ્ઞાનને
૧. અસાંપ્રતિક = અતાત્કાલિક; વર્તમાનકાલીન નહિ એવા; અતીત-અનાગત.
૨. અંતર્લીન = અંદર લીન થયેલા; અંતર્મગ્ન.
૩. આત્માનું નામ ‘અક્ષ ’ પણ છે. ( ઇન્દ્રિયજ્ઞાન અક્ષ એટલે ઇન્દ્રિય દ્વારા જાણે છે; અર્તીદ્રિય પ્રત્યક્ષ જ્ઞાન અક્ષ એટલે આત્મા દ્વારા જ જાણે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com