________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૦૩
भवति। ततो न तत् परमार्थतः सौख्यम्। इदं तु पुनरनादिज्ञानसामान्यस्वभावस्योपरि महाविकाशेनाभिव्याप्य स्वत एव व्यवस्थितत्वात्स्वयं जायमानमात्माधीनतया, समन्तात्मप्रदेशान् परमसमक्षज्ञानोपयोगीभूयाभिव्याप्य व्यवस्थितत्वात्समन्तम् अशेषद्वारापावरणेन, प्रसभं निपीतसमस्तवस्तुज्ञेयाकारं परमं वैश्वरूप्यमभिव्याप्य व्यवस्थितत्वादनन्तार्थविस्तृतम् समस्तार्थाबुभुत्सया, सकलशक्तिप्रतिबन्धककर्मसामान्यनिःक्रान्ततया परिस्पष्टप्रकाशभास्वरं स्वभावमभिव्याप्य व्यवस्थितत्वाद्विमलम् सम्यगवबोधेन, युगपत्समर्पितत्रैसमयिकात्मस्वरूपं लोकालोकमभिव्याप्य व्यवस्थितत्वादवग्रहादिरहितम् क्रमकृतार्थग्रहणखेदाभावेन प्रत्यक्षं ज्ञानमनाकुलं भवति। ततस्तत्पारमार्थिकं खलु सौख्यम्।। ५९ ।।
पुनः कीदृशम्। विमलं संशयादिमलरहितम्। पुनरपि कीदृक् । रहिदं तु ओग्गहादिहिं अवग्रहादिरहितं चेति। एवं पञ्चविशेषणविशिष्टं यत्केवलज्ञानं सुहं ति एगंतियं भणियं तत्सुखं भणितम्। कथंभूतम्। ऐकान्तिकं नियमेनेति। तथा हि-परनिरपेक्षत्वेन चिदानन्दैकस्वभावं निजशुद्धात्मानमुपा
અને આ પ્રત્યક્ષ જ્ઞાન તો અનાકુળ છે, કારણ કે-(૧) અનાદિ જ્ઞાનસામાન્યરૂપ સ્વભાવ ઉપર મહા વિકાસથી વ્યાપીને સ્વતઃ (-પોતાથી) જ રહ્યું હોવાથી “સ્વયં ઊપજે છે” તેથી આત્માધીન છે (અને આત્માધીન હોવાથી આકુળતાથી થતી નથી); (૨) સમસ્ત આત્મપ્રદેશોમા, પરમ સમક્ષ જ્ઞાનોપયોગરૂપ થઈ, વ્યાપી રહેલું હોવાથી “સમંત છે” તેથી અશેષ દ્વારા ખુલ્લાં થયાં છે (અને એ રીતે કોઈ દ્વાર બંધ નહિ હોવાથી આકુળતા થતી નથી); (૩) સમસ્ત વસ્તુઓના જ્ઞયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે પરમ વિવિધતામાં વ્યાપીને રહેલું હોવાથી “અનંત પદાર્થોમાં વિસ્તૃત છે” તેથી સર્વ પદાર્થોને જાણવાની ઇચ્છાનો અભાવ છે (અને એ રીતે કોઈ પદાર્થને જાણવાની ઇચ્છા નહિ હોવાથી આકુળતા થતી નથી); (૪) ( જ્ઞાનમાંથી) સકળ શક્તિને રોકનારું કર્મસામાન્ય નીકળી ગયું હોવાને લીધે (જ્ઞાન) પરિસ્પષ્ટ પ્રકાશ વડે પ્રકાશમાન (–તેજસ્વી) સ્વભાવમાં વ્યાપીને રહ્યું હોવાથી ‘વિમળ છે” તેથી સમ્યકપણે (–બરાબર) જાણે છે (અને એ રીતે સંશયાદિરહિતપણે જાણવાને લીધે આકુળતા થતી નથી), તથા (૫) જેમણે ત્રણે કાળનું પોતાનું સ્વરૂપ યુગપટ્ટે સમર્પિત કર્યું છે (એકસમયે જણાવ્યું છે) એવા લોકાલોકમાં વ્યાપીને રહ્યું હોવાથી “અવગ્રહાદિ રહિત છે' તેથી ક્રમે થતા પદાર્થગ્રહણના ખેદનો અભાવ છે. -આ પ્રમાણે (ઉપર્યુક્ત પાંચ કારણે) પ્રત્યક્ષ જ્ઞાન અનાકુળ છે. તેથી ખરેખર તે પારમાર્થિક સુખ છે.
૧. સમક્ષ = પ્રત્યક્ષ ૨. પરમ વિવિધતા = સમસ્તપદાર્થસમૂહ કે જે અનંત વિવિધતામય છે. ૩. પરિસ્પષ્ટ = સર્વ પ્રકારે સ્પષ્ટ; અત્યંત સ્પષ્ટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com