________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
युगपत्तेऽपि न गृह्यन्ते, तथाविधक्षयोपशमनशक्तेरसंभवात्। इन्द्रियाणां हि क्षयोपशमसंज्ञिकायाः परिच्छेत्र्याः शक्तेरन्तरङ्गायाः काकाक्षितारकवत् क्रमप्रवृत्तिवशादनेकतः प्रकाशयितुमसमर्थत्वात्सत्स्वपि द्रव्येन्द्रियद्वारेषु न यौगपद्येन निखिलेन्द्रियार्थावबोधः सिद्ध्येत्, પરોલીના ફદ્દા
फासो रसो य गंधो वण्णो सो य पोग्गला होंति स्पर्शरसगन्धवर्णशब्दाः पुद्गला मूर्ता भवन्ति। ते च विषयाः। केषाम्। अक्खाणं स्पर्शनादीन्द्रियाणां। ते अक्खा तान्यक्षाणीन्द्रियाणि कर्तृणि जुगवं ते णेव गेण्हंति युगपत्तान् स्वकीयविषयानपि न गृहन्ति न जानन्तीति। अयमत्राभिप्राय:-यथा सर्वप्रकारोपादेयभूतस्यानन्तसुखस्योपादानकारणभूतं केवलज्ञानं युगपत्समस्तं वस्तु जानत्सत् जीवस्य सुखकारणं भवति, तथेदमिन्द्रियज्ञानं स्वकीयविषयेऽपि युगपत्परिज्ञानाभावात्सुखकारणं न भवति।।
તેઓ-ઇંદ્રિયો વડે ગ્રાવાયોગ્ય (–જણાવાયોગ્ય) છે. (પરંતુ) ઈદ્રિયો વડે તેઓ પણ યુગપ૬ ગ્રહોતા (-જણાતા) નથી, કારણ કે ક્ષયોપશમની તે પ્રકારની શક્તિ નથી. ઇંદ્રિયોને જે ક્ષયોપશમ નામની અંતરંગ (–અંદરની ) જાણનારી શક્તિ તે કાગડાની આંખના ડોળાની જેમ ક્રમે પ્રવર્તતી હોવાને લીધે અનેકતઃ પ્રકાશવાને (-એકીસાથે અનેક વિષયોને જાણવાને) અસમર્થ છે તેથી દ્રવ્યન્દ્રિય-દ્વારો વિધમાન હોવા છતાં સમસ્ત ઇંદ્રિયોના વિષયોનું (-વિષયભૂત પદાર્થોનું) જ્ઞાન એકીસાથે થતું નથી, કારણ કે ઇદ્રિયજ્ઞાન પરોક્ષ છે.
ભાવાર્થ- કાગડાને આંખ બે હોય છે પણ પૂતળી (કીકી) એક જ હોય છે. જે આંખથી કાગડાને જોવું હોય છે તે આંખમાં પૂતળી આવી જાય છે, તે વખતે તે બીજી આંખથી જોઈ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી બે આંખોમાં ફરે છે કે બન્ને આંખોમાં જાદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપથમિક જ્ઞાનની છે. દ્રવ્ય-ઇંદ્રિયરૂપી દ્વારો તો પાંચ છે પણ ક્ષાયોપથમિક જ્ઞાન એક વખતે એક ઇંદ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપથમિક જ્ઞાન જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું (-જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ, રસ કે સ્પર્શને જાણી શકતું નથી અર્થાત જ્યારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જોકે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકીસાથે જણાતા હોય એમ સ્થલ દષ્ટિએ જોતાં લાગે છે તોપણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં ક્ષાયોપથમિક જ્ઞાન એક વખતે એક જ ઇંદ્રિય દ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ કમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ એવું ઇદ્રિયજ્ઞાન હોય છે. પ૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com