________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
[ ભગવાનશ્રીકુંદકુંદ
सा समस्तमहामोहमूर्धाभिषिक्तस्कन्धावारस्यात्यन्तक्षये संभूतत्वान्मोहरागद्वेषरूपाणामुपरंजकानामभावाच्चैतन्यविकारकारणतामनासादयन्ती नित्यमौदयिकी कार्यभूतस्य बन्धस्याकारणभूततया कार्यभूतस्य मोक्षस्य कारणभूततया च क्षायिक्येव कथं हि नाम नानुमन्येत। अथानुमन्येत चेत्तर्हि कर्मविपाकोऽपि न तेषां स्वभावविघाताय ।। ४५ ।।
પ્રવચનસાર
रूपवचनव्यापारादिक्रिया सा निः क्रियशुद्धात्मतत्त्वविपरीतकर्मोदयजनितत्वात्सर्वाप्यौदयिकी भव स्फुटम् । मोहादीहिं विरहिया निर्मोहशुद्धात्मतत्त्वप्रच्छादकममकाराहङ्कारोत्पादनसमर्थमोहादिविरहितत्वाद्यतः तम्हा सा खायग त्ति मदा तस्मात् सा यद्यप्यौदयिकी तथापि निर्विकारशुद्धात्मतत्त्वस्य विक्रियामकुर्वती सती क्षायिकीति मता । अत्राह शिष्यः - ' औदयिका भावा: बन्धकारणम्' इत्यागमवचनं तर्हि वृथा भवति । परिहारमाह - औदयिका भावा बन्धकारणं भवन्ति, परं किंतु मोहोदयसहिताः। द्रव्यमोहोदयेऽपि सति यदि शुद्धात्मभावनाबलेन भावमोहेन न परिणमति तदा बंधो न भवति। यदि पुनः कर्मोदयमात्रेण बन्धो भवति तर्हि संसारिणां सर्वदैव कर्मोदयस्य विद्यमानत्वात् सर्वदैव बन्ध एव न मोक्ष इत्यभिप्रायः ।। ४५ ।। अथ यथार्हतां शुभाशुभपरिणामविकारो नास्ति
(
(પુણ્યના ઉદયથી થયેલી) હોવા છતાં તે સાદ ઔદયિકી ક્રિયા મહા મોહરાજાની સમસ્ત સેનાના અત્યંત ક્ષયે ઉત્પન્ન થઈ હોવાથી મોહરાગદ્વેષરૂપ *ઉપરંજકોના અભાવને લીધે ચૈતન્યના વિકારનું કારણ નહિ થતી હોવાથી, કાર્યભૂત બંધના અકારણભૂતપણા વડે અને કાર્યભૂત મોક્ષના કારણભૂતપણા વડે ક્ષાયિકી જ કેમ ન માનવી જોઈએ? (જરૂર માનવી જોઈએ.) અને જો ક્ષાયિકી જ માનવી જોઈએ તો કર્મવિપાક (-કર્મનો ઉદય) પણ તેમને (અદ્વૈતભગવંતોને ) સ્વભાવવિઘાતનું કારણ થતો નથી (એમ નક્કી થાય છે).
ભાવાર્થ:- અદ્વૈતભગવાનને જે દિવ્ય ધ્વનિ, વિહાર આદિ ક્રિયાઓ છે તે નિષ્ક્રિય શુદ્ધ આત્મતત્ત્વને પ્રદેશપરિસ્કંદમાં નિમિત્તભૂત પૂર્વબદ્ધ કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ છે તેથી ઔયિકી છે. તે ક્રિયાઓ અદ્વૈતભગવાનને ચૈતન્યવિકારરૂપ ભાવકર્મ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નિર્મોહ શુદ્ધ આત્મતત્ત્વને રાગદ્વેષમોહરૂપ વિકારમાં નિમિત્તભૂત મોહનીયકર્મનો (તેમને) ક્ષય થયો છે. વળી તે ક્રિયાઓ તેમને રાગદ્વેષમોહના અભાવને લીધે નવીન બંધમાં કારણરૂપ નથી, પરંતુ પૂર્વકર્મના ક્ષયમાં કારણરૂપ છે કેમ કે જે કર્મના ઉદયથી તે ક્રિયાઓ થાય છે તે કર્મ પોતાનો રસ દઈ ખરી જાય છે. આ રીતે મોહનીયકર્મના ક્ષયે ઉત્પન્ન થઈ હોવાથી અને કર્મના ક્ષયમાં કારણભૂત હોવાથી અદ્વૈતભગવાનની તે ઔદયિકી ક્રિયા ક્ષાયિકી કહેવામાં આવી છે. ૪૫.
* ઉપરંજકો = ઉપરાગ-મલિનતા કરનારા (વિકારી ભાવો )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com