________________
પિકવિક લાખ ટોળું અત્યાર સુધી માત્ર પ્રેક્ષક તરીકેની જ કામગીરી બજાવી રહ્યું હતું; પણ જેમ જેમ આ લેકે સરકારી બાતમીદારે છે એવી ખબર ફેલાતી ગઈ તેમ તેમ, સૌએ હવે પાઈપકડીવાળાની સૂચના અમલમાં મૂકવાને બેત રચ્યો; અને એ યોજના અમલમાં મુકાવાની તૈયારી જ હતી અને એને અંતે આ મિત્રોની શી વલે થઈ હતી એ કહેવું મુશ્કેલ છે – પરંતુ એટલામાં લીલા કેટવાળો એક ઊંચે પાતળો માણસ ધકકામુકકી કરતો આગળ ધસી આવ્યો અને મિત્ર પિકવિક પાસેથી સાચી હકીકત સાંભળી લઈ આસપાસના ટોળાને વિખેરતો ટૂંકાં ટૂંકાં વાક્યો બેલવા લાગ્યા – “અરે એય ને ૯૨૪ – ભાડું લેતો પરવાર – બધા વીખરાઈ જાઓ - સદ્દગૃહસ્થો છે – એાળખું છું – બાતમીદાર નથી – ભૂલ થાય છે – ગોટાળે – આવે, તમે આ તરફ ચાલ્યા આવો.” એમ બેલતો તે માણસ ચારે મિત્રોને મુસાફરો માટેની વેઈટિંગ-રૂમ તરફ ધકેલી લાવ્યો.
અંદર આવી, તેણે ઘંટ જોરથી વગાડવો અને વેઈટરને બેલાવી ખાન-પાનના ઓર્ડર આપવા માંડયા - “બ્રાન્ડી અને ગરમ પાણી – જલદ ને મીઠું – ખુલ્લામાં ઊભા રહ્યા છે – શરદી – દરેકને બબ્બે ત્રણ ત્રણ – હાડકાં ખાખરાં – ગરમાગરમ ખાવાનું ફાયદાકારક – દુઃખાવો ઓછો થઈ જાય – પૈસાની ફિકર નહિ- મુસાફરી કરવાની છે – ઉતાવળ કરો – ખૂબ.”
અને બ્રાન્ડના પ્યાલા આવ્યા એટલે તેણે જ તેમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી; – અલબત્ત, પીણું પૂરતું જલદ તથા ગરમ છે કે નહિ તે જોઈ આપવા જ ! ૨ મિ. પિકવિકના ત્રણ મિત્રો તો તે સદગૃહસ્થને પિતાની મદદે દેડી આવવા બદલ આભાર માનતા પ્યાલા ગટગટાવા માંડયા; દરમ્યાન મિ. પિકવિકે પેલા અજાણ્યા માણસના પોશાકનું તથા બાહ્ય દેખાવનું બારીક નિરીક્ષણ કરવા માંડયું. તેમને તરત દેખાઈ આવ્યું કે, ગમે તેટલી ટાપટીપ કરી હોવા છતાં, એ માણસનાં કપડાં તેને ટૂંકાં પડતાં