________________
મુસાફરી અને પરાનું મંડાણ છે • “પણ તમે લખી તે લીધો છે ને?” ..
મેં વળી કયાં લખી લીધો છે?” મિ. પિકવિકે ગુસ્સે થઈને પૂછયું.
અબે, નથી-લખ્યો-વાળાના કાકા ? બેટમજી તમે સરકારના ચાડિયા છો તે જાણ્યું. મારો નંબર તો શું પણ મારા ઘેડાની ઉંમર, વગેરે બધી વાત પણ જરેજ૨ ટપકાવી લીધી છે. ઉપરથી આ ત્રણ જણાને સાક્ષી તરીકે અહીં તૈયાર રાખ્યા છે. પણ બેટમજી, હું તારું બધું લખવાનું કાઢી નાખું છું, ભલે મને છ મહિનાની જેલ મળે !” એમ કહીને તેણે પોતાનો ટોપો તે, પિતાની માલમિલકત પ્રત્યે છેક જ અનાસક્તિ દાખવીને, જમીન ઉપર ફગાવી દીધો. પણ બીજાની મિલકત વિષે પણ એવી જ લાપરવાઈ બતાવી, મિ. પિકવિકનાં ચશ્માં એક તમાચ સાથે તેણે દૂર ઉડાવી દીધાં, અને એક મુક્કો તેમના નાક ઉપર જમાવી, બીજે તેમની છાતી ઉપર, ત્રીજો મિત્ર સ્નગ્રાસની આંખ ઉપર અને ચોથે વિવિધતા ખાતર મિ. ટ૫મનની પીઠ ઉપર લગાવી, નાચતો કૂદતો રસ્તા ઉપર દેડી જઈ, જેરથી પાછો સ્ટેન્ડ ઉપર આવી, મિ. વિકલના શ્વાસનો પુરવઠો તાપૂરતો તેણે ખતમ કરી નાખ્યો. આ બધું અર્ધા-એક ડઝન સેકડેમાં જ બની ગયું.
પોલીસ-ઑફિસર, પોલીસ-ઑફિસર કયાં છે?” ગ્રાસે ત્રાડ નાખી.
અરે સાળાઓને પંપ નીચે લઈ જઈ ટાઢા કરી દે ને ! પિલીસ-ઑફિસરવાળા ન જોયા હોય તે !” ગરમાગરમ પાઈપકડી વેચનારાએ કૅબવાળાઓને સૂચવ્યું.
તમે બધા આ બદલ પસ્તાશે, યાદ રાખજે,” મિ. પિકવિક હાંફતા હાંફતા બોલ્યા.
ચાડિયા-બાતમીદારે!” આજુબાજુનું ટોળું પાકાર કરી ઊઠયું.
આવી જાઓ, બેટ્ટાઓ !” પેલો કેબ-વાળો ઠોંસાબાજી જારી રાખીને ઉપરથી આ ચારે જણને પડકારવા લાગ્યો.