________________
પ.પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકર વિજયની શૈલીમાં પાંડિત્યપૂર્ણ છે. ધીરગંભીર બનીને એકપછી વિચારો વ્યક્ત થાય છે. રાજચંદ્રની શૈલી સરળ છતાં રહસ્યમય અને ગૂઢાર્થ ભરેલી છે. ગીચ-ગાઢ અંધકારભર્યા જીવન પંથમાં અટવાઈ ન જવાય તેવી રીતે જ્ઞાનપ્રકાશથી માર્ગ-દિશા સૂચન કરાવે છે.
નિહાલચંદ સોગાનીની શૈલીમાં આત્મા પોતાની સ્વની) દુનિયામાં નિરંજન નિરાકાર સ્વરૂપે વિહાર કરતો હોય તેવી અનુભૂતિ થાય છે. બાહ્ય જગતનો જાણે કે કોઈ વ્યવહાર જ ન હોય. માત્ર પોતાના આત્માની અનુભૂતિમાં જ નિમગ્નતા જોવા મળે છે તદુપરાંત ગુરૂ પ્રત્યે સર્વસ્વ સમર્પણની ભાવના મૂર્તિમંત રીતે આલેખાયેલી છે.
- મહાત્મા ચંદ્રકાંત પટેલના પત્રોમાં દાદા ભગવાન પ્રત્યેની અભૂતપૂર્વ ગુરૂભક્તિ સંપૂર્ણ રીતે એમના ચરણોમાં સમર્પિત ભાવની સાથે વિનમ્ર ભાવે અક્રમ વિજ્ઞાનના વિચારો દ્વારા આત્માનુભૂતિમાં જ મસ્ત દેખાય છે. એમના પત્રો ગદ્યમાં હોવા છતાં પદ્યની ભાવવાહીતા છે કે ચિંતન માટેનો પૂર્ણ અવકાશ આપે છે. પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા.ની શૈલીમાં ગંભીર ચિંતનનું ઊંડાણ હોવાથી એક એક વાક્ય વિષય પરત્વે ધ્યાનસ્થ બનાવવામાં નિમિત્તરૂપ છે.
પત્રો સીધી - સાદી ભાષામાં હોવા છતાં પારિભાષિક શબ્દ પ્રયોગોથી સમજવામાં કઠિન લાગે તેવા પણ કેટલાક પત્રો છે. જેના સમાજને માટે તો જૈન ધર્મની પૂર્વભૂમિકા હોવાથી આવી કઠિનાઈનો અનુભવ નહિ થાય તેમ છતાં પારિભાષિક શબ્દોનો ગુરૂગમથી અર્થ સમજવાનો પ્રયત્ન કરવાથી પત્રગત વિચારો પરિપૂર્ણ રીતે ગ્રહણ થઈ શકશે. આ પત્ર સાહિત્ય પ્રશ્નોત્તર સાહિત્ય સમાન - ધર્મશ્રદ્ધા દઢ કરવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે.
(૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org