________________
- શ્રીમદ્ રાજચંદ્ર, સહજાનંદ સ્વામી (હપી આશ્રમવાળા) અને નાનચંદજી સ્વામીના પત્રો ઊંચી ગુણવત્તાવાળા છે. તેમાં માનવ જીવન ઊર્ધ્વગામી બને તે માટેના અનુભવ સિદ્ધ વિચારો વ્યક્ત થયા છે.
સાધુઓને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં વિશેષણયુક્ત નામોલ્લેખ થયો છે. આ બુદ્ધિસાગરસૂરિના સંબોધનમાં વિશેષણનો વધુ પ્રયોગ થયો છે. ઉદાહરણ જોઈએ તો :
વેરાગી ત્યાગી સૌભાગ્યવાનું પ્રિય મુનિવર્ય, ભવ્ય પ્રિય મહાત્માઓ, તત્ર વિનેય શ્રદ્ધાળુ મુનિશ્રી, તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી //
શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલાં પત્રોમાં વિશેષણોનો પ્રયોગ થયો છે. ઉદાહરણ જોઈએ તો :
શ્રી પાદરા તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ધર્મભક્તિકારક સુશ્રાવક. પુણ્ય પ્રભાવક ભવ્ય સુશ્રાવક, મુંબઈ તત્ર શ્રદ્ધાદિ ગુણાલંકૃત સુશ્રાવક, શ્રી સુપ્ત પ્રિય શિષ્ય જયંતિભાઈ, તત્ર જૈન ધર્મ જિજ્ઞાસુ મહાશય, તત્ર ધર્મ જિજ્ઞાસુ મોક્ષના રૂચિમાન ઉપરોક્ત ઉદાહરણ આ. બુદ્ધિસાગરસૂરિની શૈલીની વિશિષ્ટતા દર્શાવે છે. - મુનિ રત્નસેનવિજયના ગદ્યમાં છે પણ તેમાં પદ્યની પ્રવાહીતા અને લયનો અનુભવ થાય છે. ગદ્યકાવ્યની ઉપમા આપી શકાય તેવી શૈલીમાં પત્રો લખાયા છે. આ. બુદ્ધિસાગરના પત્રોની શૈલીમાં વ્યાખ્યાત્મક વિવેચનના વૈવિધ્યપૂર્ણ વિચારોને અસ્મલિત પ્રવાહ વહેતો જોવા મળે છે.
૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org