________________
મૂલ્યાંકન લેખ – પ્રે, ઘનશ્યામ જોષી. એમ. એ.
જિન શાસન ધુરંધર પૂર્વ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની આ પૂવ અદ્દભૂત કૃતિ
આત્મતત્વવિચાર ગ્રંથરત્નનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું મને સદ્ભાગ્ય સાંપડયું હતું. પરિણામે એ મહાન ગ્રંથના અત્યંત પ્રશસ્ય અને અમૃદય તત્વોને રસાસ્વાદ માણવાને મને જિનેશ્વરદેવની કૃપાથી સ્વાભાવિક રીતે જ હવે પ્રાપ્ત થયો અને પૂ. આચાર્ય દેવની જવલંત પ્રતિભાશક્તિ, મેધા પ્રકાંઠશાસ્ત્ર કૌશલય, પ્રબળ સ્વસિદ્ધાંત પ્રતિપાદક શક્તિ વિગેરે ગુણેને મને અનુભવ થયે તેઓ સાચે જ વેદાંત કેસરી છે, જે ભારતના પ્રત્યેક ખૂણે ગજેના દ્વારા અજ્ઞાનના આવરણે હૃર ફેંકી રહ્યાં છે અને લાખો મુમુક્ષુઓ તેમની વાણું અને સાહિત્ય દ્વારા આત્મકલ્યાણ સાધી રહ્યા છે,
ધર્મતત્વ પ્રકાશ તેમનું અન્ય પ્રકાશન છે તેમની પ્રસ્તાવના લખવા પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજીની મને આજ્ઞા થઈ, જીમણ શી માનીને આ ગ્રંથ ભવ્ય જીવોને અત્યંત કલ્યાણકારક નિવડશે એ જ હેતુથી આ પ્રસ્તાવના મેં લખી છે. બાકી તો ગુરુદેવની વાણુ પર વિવેચન કરવાની યોગ્યતા તો અવયં ગુરુદેવામાં જ છે. તેથી આ પ્રસ્તાવના તેમના ગુણાનુવાદના હેતુથી અને વાચકવર્ગ આ વિરલ કૃતિમાં જે નવનીત છુપાયું છે તેને ઉપગ કરવા લલચાય એ હેતુથી લખાઈ છે.