________________
જન્મકમની પરંપરા
દિ8 દેશના હૈ અને સમ્યકત્વ 32888888888888888888EE98888888888888
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવી ગયા કે-“આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડયા કરે છે.”
આ વાત સાંભળીને સવાલ થશે કે, અમને આ ભવની, આ જન્મની ખબર નથી, તેને ગયા જન્મ કે ગયા ભવનાં બુદ્ધિ-જ્ઞાન કયાંથી હોય? તેની પાસે અનાદિની વાત કરે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય. દરેક જાણે છે કે અમે જન્મ લીધું છે. પણ ત્યારે કયી દાયણ (નર્સ હતી, તેને ખ્યાલ આવે છે માતાનું દૂધ પીધુ એ સર્વ જાણે છે પણ કેઈને તે યાદ આવે છે? આ ભવની હકીકત પણ કોઈને ખ્યાલમાં નથી. ગર્ભની દશાને ખ્યાલ કોઈને આવે છે? આ ભવની તાજી અનુભવેલી વાત ખ્યાલમાં આવતી નથી, તે પછી ગયા જન્મ કે ગયા ભવની વાત શાની ખ્યાલમાં આવે ? તે પછી અનાદિની વાત કરે તે શી રીતે માનવામાં આવે ? તેથી અનંતા ભવની વાત કરે, નિરૂપણ કરે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે.
કેટલીક વખત વિશેષ ખ્યાલમાં ન હોય તે પણ સામાન્ય વસ્તુ અક્કલથી સમજી શકાય છે. દાણે હાથમાં લીધે તે કયા ખેતરમાં કયા ખેડૂતે વા? બીજ કયાંથી લાવ્યા હતા? તે સર્વ ખ્યાલમાં નથી. પણ ઉત્પત્તિ-શક્તિને વિચાર કરીએ ત્યારે માનવું પડે કે અંકુર વગર બીજ ન હોય. તે અંકુર પણ બીજ વગર ન હોય.—ઉત્પત્તિ શક્તિ પહેલાની છે. ભલે આપણે ખેતર, અંકુર, પૂર્વનું બીજ નથી દેખું; છતાં તે શકિત અનાદિ માનવી પડે.
જ્યાં પરસ્પર કાર્યકારેણુભાવ હોય, સ્વતઃ કારણકાર્યરૂપ હય, ત્યાં તે વસ્તુ અનાદિની હાય. બીજ અંકુરનું કારણ, અંકુર બીજનું