________________
કઈને પ્રિય હોતું નથી. તેમ આપે મને નિરાશ કરવી જોઈએ નહીં. તેવારે શ્રી કુબેરે હસીને વસુદેવને “કુબેર કાન્તા નામની વિંટીને હાથમાંથી કાઢી નાખવાનું કહ્યું. હાથમાંથી વીંટી કાઢતાની સાથે સમુદ્ર વિજયના પૂત્ર વસુદેવ પિતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા, સ્વયંવર મંડપમાં ભેગા થયેલા સર્વજનો આનંદિત બન્યા.
વસુદેવને પોતાના સ્વરૂપમાં જોઈને ચદ્રમાને જોઈ હિણી આનંદિત બને તેમ કનકવતી પણ અત્યંત ખુશ થઈ, કનકવતી રે માંચને અનુભવતી પ્રસન્ન ચિત્ત ભમરાના મધુર ગુંજને દ્વારા જેના ગુણાની સ્તુતિ થાય છે તેવી માળાને વસુદેવના કંઠમાં આરોપણ કરી. કુબેરે પિતાની આજ્ઞાથી દિવ્યવાજીના વનિથી સ્વયંવર મંડપને ગજાવી મૂક્ય. અપ્સરાઓએ ગીત અને નૃત્યથી દેવકને પણ શરમાવી દીધે, રત્નાદિકને વરસાદ થયે. આ પ્રમાણે વસુદેવની સાથે કનકવતીના લગ્ન થયા, ત્યાર બાદ વસુ. દેવે શ્રી કુબેરને નમસ્કાર કરીને સ્વયંવર મંડપમાં આવે વાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રી કુબેરે કહ્યું કે
તે જ બુદ્વીપના ભરત ખંડમાં અષ્ટાપદ પર્વતની પાસે સંગરપુર નામે નગર છે. ત્યાં મમણ નામે એક રાજા છે. તેને વિરમતી નામે રાણી હતી. તે પાપસમૃદ્ધિને વધારે માનતે હતે. રાજાએ એક દિવસ સભામાં કહ્યું કે વિદ્વાન અને નિતિકારોએ “શિકાર ન કરવાને જે વિચાર,