________________
આશ્ચર્ય ચકિત બનીને એક સાથે બોલી ઉઠયા, “અહે! કનકવતી જ ભાગ્યવતી અને અતિ શ્રેષ્ઠ કનકવતી છે. જેના સ્વયંવરમાં બે શરીરવાળા શ્રી કુબેર પણ આવ્યા છે
તે જ વખતે પિતાના અંગોમાં સમાયેલા અદ્વિતીય સૌંદર્યવંત, વરમાલાને હાથમાં ગ્રહણ કરીને કનકાવતી સભામાં આવી. અમૃતસમાન કાદમ્બિનીની જેમ તેણીને દેખતાની સાથે મયૂરની સમાન ઉત્સુક રાજાએ, અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા, જેવી રીતે ચન્દ્રલેખા પુપિની જેમ પિતાની દષ્ટિ ચંદ્રની તરફ રાખે છે. તેવી રીતે કનકવતી પણ પિતાની દષ્ટિથી રાજાઓને નીરખવા લાગી, પરંતુ સભામાં વસુદેવને નહીં જોવાથી કનકાવતી સંધ્યા સમયની કમલિનીની જેમ પ્લાન બની ગઈ. ખિન્ના ચિત્તવાળી કનકવતી સખીઓના હાથનું અવલંબન લઈને કોઈ પણ રીતે પાંચાલીની જેમ જ આકુળ વ્યાકુળ બની રહી હતી. રાજાએ પણ પિતાના ભાગ્યને દેષ આપવા લાગ્યા, સખીઓએ કહ્યું કે હે કનકવતી ! તું શું ચિન્તા કરે છે ?
સમય પસાર થઈ દહ્યો છે. તારી જે ઈચ્છા હોય તેમને તું વરમાળા આરોપણ કર ! કનકવતીએ સખીઓને કહ્યું કે હે સખિ! મારું ભાગ્ય બગડેલું છે કે જેનાથી મારી પસંદગીના પતિ નથી દેખાતા, ત્યારે હું કોને વરમાળા આરે પણ કરૂં! જેવા તેવા પતિની પસંદગી કરવી તેના કરતાં તે અગ્નિસ્નાન કરવું વધારે સારું છે.