________________
છું કે જ્યાં સ્વયંવર દર્શન માટે આપ સ્વયં પધાર્યા છે.
ત્યારબાદ રાજાએ ઘણા દ્રવ્યનો વ્યય કરીને મેટા સમારંભ સહિત અદ્ભુત સ્વયંવરની રચના કરી. શ્રી હરિશ્ચંદ્ર રાજાના હર્ષપૂર્વકના આમંત્રણથી પધારેલા રાજાએ તથા વિદ્યારે પિતા પોતાના નિર્દિષ્ટાસન ઉપર બિરાજમાન થયા. ત્યારબાદ દેવતાઓ જેઓને ચામર વિંઝી રહ્યા છે, સફેદ વસ્ત્રોથી વિભૂષિત, હંસવાહનારૂઢ, અપ્સરાઓના ગીતેને સાંભળવામાં સાવધાન, સેવકોથી સ્તુતિ કરાતા, શ્રીકુબેરદેવ સ્વયંવર મંડપને જોવા માટે દ્વાર ઉપર શુભતા વિશાળ તેરણ પાસે આવીને ઉભા.
તે વખતે રાજા હરિશ્ચંદ્ર દ્વાર પાસે જઈને સ્વાગત કરી, પિતાની કન્યાને ધન્ય માનવા લાગ્યા, અને શ્રી કુબેરને ઉચ્ચાસન પર બેસાડ્યા, દિવ્યાલંકાથી વિભૂષિત શ્રી વસુદેવ પણ યુવરાજની જેમ શ્રી કુબેરની પાસે આવીને બેઠા. શ્રી કુબેરે પોતાની નામાંકિત સુવર્ણમય અંગુઠી વસુદેવના હાથમાં આપી. અંગુઠીને પહેરતાંની સાથે જ અંગુઠીના પ્રભાવથી વસુદેવ પણ શ્રી કુબેર સમાન બની ગયા, શ્રી કુબેરે કનકવતીને ભ્રમમાં નાખવા માટે વસુદેવની સાથે કપટ વિદ્યા ખેલી, હાય? સંસારમાં લેકે પિતાને સ્વાર્થ પ્રાપ્ત કરવા માટે કપટ વિદ્યા ખેલીને બીજાને ભ્રમમાં નાખતા જરા પણ અચકાતા નથી, ખરેખર ! રાજાઓ પણ દેવતાની ગતિને અને બુદ્ધિને સમજી શકતા નથી, કુબેરના રૂપમાં વસુદેવને જોઈ સર્વ રાજાએ તથા વિદ્યારે