________________
- ૧૪
કરી શકતા, એવી તીર્થકર ભગવાનની વાણી યુગાન્તમાં પણ મિથ્યા નથી થઈ શકતી, માટે આપ જ મારા પતિ છે. શ્રી કુબેર તો પ્રતિમા સ્થિત દેવ રહેશે, અને આપ મારા તરફથી પણ ઉત્તર દિશાપતિ શ્રીકુબેરને એટલું કહેજે કે દૂત તે એજ પ્રશંસનીય હોય છે કે જે બંનેના ચિત્તને પરસ્પર જોડી આપે, ત્યારબાદ વસુદેવે કનકાવતી પાસેથી નીકળીને કુબેરની પાસે આવી બનેલે વૃતાંત કહેવા માંડ્યો, ત્યાં કુબેરે કહ્યું કે કહેવાની કાંઈ જરૂર નથી. મેં અવધિજ્ઞાનથી સમસ્ત વૃત્તાંત જાણી લીધું છે. તારી સ્તુતિ હું શું કરું !
ત્રણે લોકમાં તારા સમાન નિર્વિકાર કઈ જ નથી. સામાનિક દેવેની સભામાં વસુદેવના ગુણોનું વર્ણન કરતાં કુબેરે ભેટના રૂપમાં સુરપતિ પ્રિય નામના બે દેવળ્યવસ્ત્ર, દિવ્ય વિલેપન, દિવ્ય સુગન્ધિત પુષ્પમાલા, સૂર્યની સમાન તેજસ્વી શિરે રત્ન, ચન્દ્રકાન્ત મણિમય બે કુંડલ, ચદ્રપ્રભહાર, પ્રભાપૂર્ણ છે કેયુર, વિમલ નક્ષત્રમાલા, દિવ્ય અર્ધશારદા, સુંદર બે કટક, અને બે મેખલાઓ આપી. તે આભૂષણોને પહેરવાથી વસુદેવ, શ્રીકુબેરની સમાન દેખાવા લાગ્યા, સ્વામિ તે એવા હોવા જોઈએ કે જે પિતાના નોકરને પણ પિતાની સમાન બનાવી શકે, શ્રી કુબેરે કરેલા સત્કારથી વિદ્યાધરે હર્ષોલ્લાસ અનુભવવા લાગ્યા, તે વારે શ્રી હરિશ્ચદ્ર ત્યાં આવી શ્રી કુબેરને પ્રણામ કરી વિનંતિ કરી કે આજે હું ભારત વર્ષને ઉત્કૃષ્ટ માનું