________________
અધિક રૂપ, ગુણ અને લાવણ્યવંત દેખાતી હતી, સુલોચના કનકવતીએ જેવું ચિત્ર જોયું હતું તેવી જ વ્યક્તિને જોઈ. પ્રિયતમ આગમનને નિશ્ચય કરી અત્યન્ત આનંદિત બની મુક્તાફની સમાન નેત્ર સુક્તિથી હર્ષાશ્રના બિન્દુએથી અભિષેક કરતી કંકણના અવાજથી સ્વાગત કરતી, ખુશખબર પૂછતી, બે હાથ જોડી દશ આંગળીઓ ભેગી કરી, અંજલિબદ્ધ ઊભી થઈને બોલી કે આજ મારા પૂર્વના અગણિત પુણ્યદયથી આપનું દર્શન થયું છે. મારા પુણ્યદયે આપને અહીં સુધી આવવું પડયું છે.
અત્યંત આનંદના ભારથી દબાયેલી ન હો! એવી કનકવતી હર્ષથી વસુદેવને પ્રણામ કરવા લાગી. પ્રણામને
હોવા છતાં પણ વસુદેવે તેણીને રોકી કહ્યું કે હે વરવર્ણિની! તું મારા જેવા દૂતને કેમ પ્રણામ કરે છે? તે વારે કનકવતીએ કહ્યું કે આપના વિના બીજું કેણું મારા સ્વામિ બની શકે તેમ છે. આપ મારી મશ્કરી કરી, મારા મનને શા માટે દુઃખી કરી છે. આપ મારા સ્વામિ છે, દેવતાએ આપને જ મારા સ્વામિ કહ્યા છે. ત્યારથી આપના આ ચિત્રપટના ધ્યાનમાં મારું મન મગ્ન છે. માટે હવે તે હું આપની દાસી છું.
ત્યારે વસુદેવે કહ્યું કે આપ તે ચતુર છે, છતાં પણ આવું શા માટે બેલે છે, તારા સ્વામિ તે ઉત્તરાધીશ અને સૌધર્માધિપતિના લેકપાલ શ્રી કુબેર થવાના છે. હું તેમનો દૂત બની તારી પાસે આવ્યો છું. હું તેમની મૂખ્ય