________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૪
૧૧
સંપૂર્ણ કળાવાળી મધુર વીણા વગાડતી હતી. કેટલીક દેવાંગનાઓ પ્રગટ તકાર, ધોકારના પ્રકારોથી મેઘસરખા શબ્દવાળા ત્રણે પ્રકારનાં મૃદંગો વગાડતી હતી. વળી કેટલીક દેવીઓ આકાશ અને ભૂમિ પર ચાલતી આશ્ચર્ય કરાવનાર હાવ-ભાવથી નવા નવા કટાક્ષો કરતી નૃત્ય કરવા લાગી. વળી કેટલીક તો અંગના મરોડ કરવા પૂર્વક અભિનય કરે ત્યારે તૂટી જતા તેને કંચુકને અને ઢીલા થઈ ગએલા અંબોડાને બાંધતી પોતાના બગલને બતાવતી હતી. કેટલીક લાંબા પગના અભિનયના બાનાથી વારંવાર મનોહર ગોરોચનના લેપવાળા ગૌરવર્ણવાળા સાથળના મૂળને બતાવતી હતી. કેટલીક દેવીઓ ચણિયાની ઢીલી પડેલી ગાંઠને મજબૂત કરવાની લીલાથી વાવડી સરખું નાભિમંડલ પ્રગટ કરતી હતી. કેટલીક હસ્તિદંત જેવા હસ્તના અભિનયના બાનાથી વારંવાર ગાઢ રીતે અંગના આલિંગનની સંજ્ઞા કરતી હતી., વળી કેટલીક કમ્મર નીચેના અંદરના વસ્ત્રનું નાડું દૃઢ બાંધવાના બાનાથી ઉપરની સાડી ખસેડીને નિતંબ-બિંબોને પ્રગટ કરવા લાગી. અંગ-મરોડના બાનાથી મનોહર નેત્રવાળી કેટલીક દેવીએ છાતી પર પુષ્ટ અને ઉન્નત એવા સ્તનોને લાંબા સમય સુધી બતાવવા લાગી. “જો તમે વીતરાગ છો, તો અમોને રાગ કેમ ઉત્પન્ન કરો છો ? શરીર તરફ નિરપેક્ષ છો, તો પછી અમને છાતી કેમ અર્પણ કરતા નથી ? વળી જો તમે દયાળુ છો, તો પછી અચાનક ખેંચેલા ધનુષ્ય હથિયા૨વાળા કામદેવથી અમારૂં રક્ષણ કેમ કરતા નથી ? પ્રેમની લાલસાવાળી અમને કૌતુકથી તરછોડતા હો, તો તે અલ્પ સમય કરવું યોગ્ય ગણાય. પણ મરણ સુધી પકડી રાખવું યોગ્ય ન ગણાય.” કેટલીક દેવીઓ એમ કહેવા લાગી. “હે સ્વામિ ! કઠોરપણાનો ત્યાગ કરી કોમળ મનવાળા થાવ, અમને અમારા મનોરથો પૂર્ણ કરો. અમારી પ્રાર્થનાની ઉપેક્ષા ન કરો.”– એ પ્રમાણે દેવાંગનાઓના ગીત, વાંજિત્ર, નૃત્ય, વિલાસ, હાવભાવ તેમજ પ્રેમની મીઠી વાતોથી જગતપ્રભુ ક્ષોભ ન પામ્યા. આવી રીતે ઉપસર્ગ સહન કરવામાં આખી રાત્રિ પૂર્ણ થઈ ત્યાર પછી આહાર વગર વિચરતા પ્રભુને સુરાધમ તે સંગમદેવે છ મહિના સુધી ઉપદ્રવ કર્યા ‘હે ભટ્ટા૨ક ! તમો સુખેથી રહો અને ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરો. હવે હું જાઉં છું,' એમ કહી ખેદ પામેલો તે સંગમક છ મહિનાના અંતે ગયો. આવા પ્રકારના પાપકર્મ વડે આ બિચારો ક્યાં જશે ? અમારા સરખા તારકો વડે પણ એ તારી શકાય તેવો નથી' એ પ્રમાણે ભગવંત ચિંતા કરતા હતા, ત્યારે તેમની ચલિત બે નેત્ર-કીકીઓ કૃપાથી અશ્રુભીની બની હતી || ૩ ||
એ પ્રમાણે ઈષ્ટદેવને નમસ્કાર કરી મુક્તિમાર્ગના કારણભૂત યોગને કહેવાની અભિલાષાવાળા તે શાસ્ત્રનો પ્રસ્તાવ કરે છે—
૪ श्रुताम्भोधेरधिगम्य, स्वसंवेदनतश्चापि,
सद्गुरोः 1
विरच्यते " ૪ I
અર્થ : શ્રુતરૂપ સમુદ્રથી, સદ્ગુરુની પરંપરાથી, તેમજ સ્વાનુભવથી જાણીને હું યોગશાસ્ત્રની રચના કરું છું. || ૪ ||
सम्प्रदायाच्च योगशास्त्रं
ટીકાર્થ : અહીં નિર્ણય ન કરાયેલા યોગની પદ-વાક્યોનાપ્રબંધવાળી રચના કરવી યોગ્ય નથી, તેથી ત્રણ હેતુવાળા યોગનો નિર્ણય જણાવ્યો. (૧) શાસ્ત્રથી (૨) ગુરુ-પરંપરાથી અને (૩) સ્વાનુભવથી એમ ત્રણ પ્રકારે યોગનો નિર્ણય કરી તે શાસ્ત્રની રચના કરાય છે, એ વાતનો નિર્વાહ કરવા કહે છે– શ્રુત સમુદ્રથી, સ્વગુરુના મુખથી અને સ્વાનુભવથી યોગને જાણીને, નિર્ણય કરીને તે યોગનું શાસ્ત્ર રચાય છે, એ જ અંતમાં કહેવાશે- “શાસ્ત્રથી, સ્વગુરુના મુખથી અને અનુભવથી જે ક્યાંક કંઈક યોગની ઉપનિષદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org