________________
३४८
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જો” એમ કહેતા એક સરસવ ધાન્યનો ઢગલો કર્યો અને તેના ઉપર એક સોય ગોઠવી અને આખો ઢગલો પુષ્પપાંખડીઓથી ઢાંકી દીધો. તે સોય પર એવી રીતે નૃત્ય કર્યું કે સોયથી ન પગ વીંધાયો કે ઢગલામાંથી એક પણ પુષ્પપાંખડી ખસી નહિ” તુષ્ટ થએલા રથકારે કોશાને કહ્યું કે, દુષ્કર એવા તારા આ કાર્યથી હું તારા પર પ્રસન્ન થયો છું. માટે મારે સ્વાધીન વસ્તુની મારી પાસે માંગણી કર, તો નક્કી હું તને આપીશ. ત્યારે તેણે કહ્યું કે, “મે એવું શું દુષ્કર કાર્ય કર્યું. જેથી તું આટલો ચમત્કાર પામ્યો. આ કરતાં પણ અધિક દુષ્કર અભ્યાસ કરનારને કંઈ દુષ્કર હોતું નથી. વળી આ આમ્રલુમ્બી-છેદ કે આ નૃત્યુ દુષ્કર નથી. કારણ કે અભ્યાસ યોગે આ કળા સિદ્ધ કરી શકાય છે; પરંતુ વગર અભ્યાસે સ્થૂલભદ્ર જે કર્યું તે તો ખરેખર દુષ્કર જ છે. જેણે મારી સાથે જ્યાં અવિરત છે ભોગવ્યા. તે જ ચિત્રશાળામાં તે અખંડિત વ્રતવાળા અંડોલ રહ્યા. જ્યાં નોળિયાની અવરજવર હોય ત્યાં રહેલું જેમ દૂધ તેમ સ્ત્રીવાળા સ્થાનમાં એક માત્ર સ્થૂલભદ્ર મહામુનિને બાદ કરીને યોગીઓનાં મન પણ દુષિત થયા વગર રહેતા નથી. સ્ત્રીની સમક્ષ માત્ર એક જ દિવસે તેવી રીતે રહેવા કોણ સમર્થ બની શકે? જ્યારે સ્થૂલભદ્રમુનિ ચાર મહિના સુધી અખંડિત વ્રતવાળા વસ્યા, અગ્નિ સરખી સ્ત્રીઓ પાસે ધાતુ સરખા કઠણ હૃદયવાળા પણ પુરુષો પીગળી જાય છે, પરંતુ અમે તો તે સ્થૂલભદ્રને મહામુનિને તો ખરેખર વજમય જ માનીએ છીએ. ‘દુષ્કર દુષ્કર’ કરનારા એવા મહાસત્ત્વવાળા સ્થૂલભદ્ર મુનિનું વર્ણન કર્યા પછી ખરેખર બીજાનું વર્ણન કરવા માટે મુખ મુદ્રિત જ કરવું. અર્થાત્ મૌન રહેવું જોઈએ. રથિકે પણ કોશાને પૂછ્યું કે, તું જેનું આટલું વર્ણન કરે છે, તે મહાસત્વ-શિરોમણિ આ સ્થૂલભદ્ર કોણ છે ? ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે તારા પાસે જેનું મેં વર્ણન કર્યું તે નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર સ્થૂલભદ્ર છે. આ સાંભળી તે પણ આશ્ચર્ય પામી હાથ જોડી કહેવા લાગ્યો કે, તે સ્થૂલભદ્ર મહામુનિનો હું એક સેવક છું. વૈરાગી બનેલા તે રથકારને જાણી તેણે ધર્મદેશના આપી મોહનિદ્રા દૂર કરી. સદ્દબુદ્ધિવાળો તે પ્રતિબોધ પામ્યો. પ્રતિબોધ પામેલા રથકારને જાણી પોતાને અભિગ્રહ જણાવ્યો. તે સાંભળી વિસ્મયથી વિકસ્વર લોચનવાળા તેણે કહ્યું કે, “હે ભદ્રે ! સ્થૂલભદ્રના ગુણોત્કીર્તન કરવા દ્વારા તે મને પ્રતિબોધ કર્યો છે અને હવે તે બતાવેલા તેના માર્ગે હું આજ જઈશ. હે ભદ્રે ! તારું કલ્યાણ થાઓ. તારા અભિગ્રહનું તું બરાબર પાલન કર” એમ કહી સદ્ગુરુ પાસે જઈ તેણે દીક્ષા અંગીકાર કરી.
ભગવાન્ સ્થૂલભદ્ર પણ કઠોર વ્રતનું પાલન કરતા હતા તે સમયે બાર વરસનો લાગ લગાટ દુષ્કાળ પડ્યો. તે સમયે સમગ્ર સાધુસંઘ સમુદ્ર-કિનારે ગયો અને કાલરાત્રી માફક ભયંકર દુષ્કાલ-સમય પસાર કર્યો. સાધુઓને આહાર-પાણી પૂરતા ન મળવાથી શ્રુતજ્ઞાનનું પરાવર્તન ન કરી શકવાથી તે સમયે ભણેલું શ્રત પણ ભૂલાવા લાગ્યું. ‘અભ્યાસ અને પરાવર્તન વગર બુદ્ધિશાળીઓના પણ ભણેલા શ્રતનો નાશ થાય છે” “હવે પાટલીપુત્રમાં (શ્રમણ) સંઘને એકઠો કર્યો અને જેની પાસે જેટલાં અંગ, અધ્યયન, ઉદેશાદિક યાદ હતા, તે ગ્રહણ કરી લીધા અને એમ કરતાં શ્રીસંઘે અગિયારે અંગો જોડીને મેળવી દીધા. હવે દૃષ્ટિવાદ માટે કંઈક વિચારણા કરતા હતા. તે સમયે સંઘને યાદ આવ્યું કે ભદ્રબાહુ ગુરુ દષ્ટિવાદ ધારણ કરનારા છે. તેમને બોલાવવા માટે બે મુનિઓને મોકલ્યા. તે બંનેએ ત્યાં જઈને તેમને વંદન કરીને બે હાથની અંજલિ કરવાપૂર્વક સંદેશો જણાવ્યો કે શ્રીસંઘ આપને ત્યાં આવવા માટે આજ્ઞા કરે છે, ત્યારે તેમણે પ્રત્યુત્તર આપ્યો કે, “મેં મહાપ્રાણ ધ્યાન શરૂ કરેલ હોવાથી ત્યાં મારે આગમન નહિ બની શકે' તેનો જવાબ લઈને તે
લઈને તે બંને મુનિઓ શ્રમણસંઘ પાસે પાછા ગયા અને કહેલો જવાબ જણાવ્યો. શ્રીશ્રમણસંઘે પણ બીજા બે મુનિઓને બોલાવીને આજ્ઞા કરી કે તમારે પહોંચીને આચાર્યને કહેવું કે- જે આચાર્ય