Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Hemsagarsuri, Munichandrasuri
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 592
________________ બારમો પ્રકાશ, શ્લો.૧-૧૬ → આત્મસ્વરૂપમાં જ આનંદ પામે છે. ॥ ૧૦ ॥ તે જ કહે છે -- ९६४ 1 पुंसामयत्नलभ्यं, ज्ञानवतामव्ययं पदं नूनम् यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ॥ ૧ ॥ ટીકાર્થ :- જો આત્માને વિષે આત્મજ્ઞાન માત્રને જ તેઓ ઈચ્છતા હોય, તો તેવા આત્મજ્ઞાનવાળા પુરુષોને ૫રમાત્મ સ્વરૂપ અવ્યયપદ વગર પ્રયત્ને પ્રાપ્ત થાય છે. ।। ૧૧ । તે જ સ્પષ્ટ કરતા કહે છે ९६५ श्रयते सुवर्णभावं, सिद्धरसस्पर्शतो यथा लोहम् आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति I ।। ૨ ।। ટીકાર્થ :- જેમ સિદ્ઘરસના સ્પર્શથી લોહ સુવર્ણપણાને પામે છે, તેમ આત્મધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. ।। ૧૨ । આ જ સુજ્ઞાન છે, તે કહે છે -- ९६६ ९६७ जन्मान्तरसंस्कारात्, स्वयमेव किल प्रकाशते तत्त्वम् 1 सुप्तोत्थितस्य पूर्व-प्रत्ययवत् निरुपदेशमपि अथवा गुरुप्रसादाद्, इहैव तत्त्वं समुन्मिषति नूनम् गुरुचरणोपास्तिकृतः, प्रशमजुषः शुद्धचित्तस्य બંને જન્મમાં ગુરુ-મુખ-દર્શનની અનિવાર્યતા કહે છે -- ९६८ ૫૪૧ ।। ૪ ।। ટીકાર્થ:- નિદ્રામાંથી જાગેલાને સૂતાં પહેલાં અનુભવેલાં કાર્યો કહ્યા સિવાય સ્વયં પોતાને યાદ આવે છે, તે જ પ્રમાણે યોગીઓને જન્મ-જન્માન્તરના સંસ્કારથી ઉપદેશ વગર આપમેળે તત્ત્વ પ્રગટ થાય છે. એટલે જે યોગીએ જન્માન્તરમાં આત્મજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય, તેને નિદ્રાથી જાગેલાની માફક આત્મજ્ઞાન થાય છે. અથવા જન્માન્તરના સંસ્કાર સિવાય ગુરુના ચરણની સેવા કરનારા, શાંત રસવાળા, નિર્મળ ચિત્તવાળા યોગીને ગુરુકૃપાથી અહીં જ નક્કી આત્મજ્ઞાન-સ્વરૂપ તત્ત્વ પ્રાપ્ત થાય છે. ।। ૧૩-૧૪ || तत्र प्रथमे तत्त्व-ज्ञाने संवादको गुरुर्भवति दर्शयिता त्वपरस्मिन्, गुरुमेव सदा भजेत् तस्मात् ।। ૧૨ ।। 1 यद्वत् सहस्रकिरणः, प्रकाशको निचिततिमिरमग्नस्य । तद्वद् गुरुरत्र भवेद्, अज्ञानध्वान्तपतितस्य 1 ॥ ૧ ॥ ટીકાર્થ ઃ- આગલા જન્મમાં પ્રથમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરાવનાર ગુરુ હોય છે અને બીજા ભવમાં પણ તત્ત્વજ્ઞાન બતાવનાર ગુરુ જ હોય છે, તે કારણે તેમની હંમેશાં સેવા કરવી. ।। ૧૫ ।। ગુરુની સ્તુતિ કરે છે -- ९६९ ॥ ૬ ॥ ટીકાર્થ :- જેમ ગાઢ અંધકારમાં રહેલા પદાર્થને સૂર્ય પ્રકાશિત કરે છે, તેમ અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા આત્માને આ ભવની અંદર તત્ત્વોપદેશ સમજાવનાર-પ્રકાશિત કરનાર ગુરુ છે. II ૧૬ ।। તેથી --

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618